કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ITIમાં વ્યસનની જાગૃતિ અર્થે સ્પર્ધા યોજાઈ

વક્તૃત્વ હરીફાઈમાં વાંકાનેર અર્બન હેલ્થ સેન્ટર આયોજિત કાર્યક્રમમાં ૧૨ વિદ્યાર્થીઓએ આપ્યું તમાકુના નુકશાન અંગે વક્તવ્ય

વાંકાનેર : અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર દ્વારા આઈ.ટી.આઈ. કોલેજ વાંકાનેર ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે વક્રુત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૧૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપેલ, ત્યારબાદ આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર ડો.અનીલ પરમાર અને ડો.હીરલ ચંદારાણા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ, ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ હતું.

અંતે કોલેજ આચાર્ય કેતનભાઇ રાવલ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર તથા ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ હતો. આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે. ટીમના ફાર્માસિસ્ટ અક્શાબેન ખોરજીયા તેમજ અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેરના એમ.પી.એચ.એસ મકવાણા હિરાલાલભાઇ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આઈ.ટી.આઈ કૉલેજના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નિ:સંતાન દંપતી માટે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ વાંકાનેર

તા: 29-10-23 રવિવાર
સમય: 8:30 થી 12:30

કેમ્પ સ્થળ:
બાદી હોસ્પિટલ 🏥
આશિયાના સોસાયટી,
જિનપરા,વાંકાનેર

વધુ માહિતી/નામ નોંધવા માટે:
9409166480
યશ સોલંકી

દરેક નિ:સંતાન દંપતી ને લાભ લેવા વિનંતી
વિંગ્સ ivf હોસ્પિટલ રાજકોટ
થી ડોક્ટર્સ ની ટીમ કેમ્પ નું પ્રતનિધિત્વ કરશે.
આ મેસેજ ને જરૂરિયાત વાળા દર્દી ને મોકલવા વિનંતી.🙏🙏

Content Copying Forbidden !!

error: Content is protected !!