કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જિ. પંચા./ તા. પંચા.માં વહીવટદાર નિમાયા

જિ. પંચા./ તા. પંચા.માં વહીવટદાર નિમાયા

વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારી, વાંકાનેરને જવાબદારી

મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની તાલુકા પંચાયતોની મુદત ૧૭ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂર્ણ થઈ રહી છે. રાજ્ય સરકારના હુકમ મુજબ, જ્યાં સુધી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પંચાયતોની નવી બોડીની રચના થાય અને પ્રથમ બેઠક મળે ત્યાં સુધી મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં વિવિધ અધિકારીઓને વહીવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
જેમાં (1) મોરબી જિલ્લા પંચાયતમાં કલેકટર, કલેક્ટર કચેરી, મોરબી (2) વાંકાનેર તાલુકા પંચાયત: પ્રાંત અધિકારી, વાંકાનેર અને (3) ટંકારા તાલુકા પંચાયત: પ્રાંત અધિકારી, મોરબીને વહીવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે…

આ સમયગાળા દરમિયાન નિયુક્ત કરાયેલા વહીવટદાર દ્વારા અગાઉની ચૂંટાયેલી પાંખ દ્રારા નિયમાનુસાર મંજૂર કરાયેલ કામો તેમજ આવશ્યક સેવાઓ જેવી કે પાણી, ગટર, વિજળી, સફાઈ વગેરેની કામગીરી સંભાળવાની રહેશે. જોકે, વહીવટદાર શાસન દરમિયાન કોઈપણ પ્રકારના નીતિ વિષયક નિર્ણયો લઈ શકાશે નહીં તેવો સ્પષ્ટ ઉલ્લેખ હુકમમાં કરવામાં આવ્યો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!