કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપે શરુ કર્યા પાણીના પરબ

વાંકાનેર: કહેવાય છે ને કે ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો બસ આ વાત સાર્થક કરવા માટે અંગ દઝાડતી ગરમીમાં રાહદારીઓને સતત છેલ્લા 3 વર્ષથી તૃપ્ત કરતી ઠંડા પાણીની પરબ એટલે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા શરૂ કરવામાં આવેલ ઠંડા પાણીની પરબ…

હાલના આ દિવસોમાં ગરમી તેનો મિજાજ બતાવી રહી છે અને બપોરના સમયે અંગ દઝાડતા તાપમાં રાહદારીઓ માટે અમૃતમય પાણી મળી રહે તેવા હેતુ અને આશ્રયથી અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર AAA WANKANER દ્વારા નિર્ધારિત કરેલ તારીખ એટલે કે 23/03/2025 ને રવિવાર ના રોજ અમિત ટ્રેડર્સ ખાતે પરમ પૂજ્ય શ્રી કોમલબાઈ મહાસતીજીના માંગલિકના સુવચન સાંભળીને શરૂ કરવામાં આવેલ, જે વાંકાનેર શહેરના આંગણે અલગ અલગ 5 જગ્યાઓએ પાણીની પરબ શરૂ થઈ ચૂકી છે…

જેના સ્થળો આ મુજબ (1) અમિત ટ્રેડર્સ મેઇન બજાર રોડ (2) ઠક્કર પ્રોવિઝન સ્ટોર તાલુકા શાળા નં 1 ની સામે (3) ભાવિકા શોપ રસાલા રોડ પર (4) અજય ટ્રેડર્સ દાણાપીઠ ચોક પાસે (5) આધ્યશક્તિ ટેલિકોમ જિનપરા મેઈન રોડ
ઉપરોક્ત આપેલ સ્થળોએ ખૂબ વ્યસ્ત રહેતા રાહદારીઓને તરસ છીપાવી શકે તે હેતુથી આ વખતે પણ 3.5 થી 4 મહિના આ પરબ ચાલુ રાખવાનો હેતુ રહેલ છે તો વાંકાનેર તાલુકાની તમામ હોંશીલી જનતાએ આ પાણીની પરબનો અચૂક લાભ લેવા ખાસ અનુરોધ છે, સાથે સાથે AAA ગ્રુપ આ મહાન સેવાકાર્યમાં આર્થિક રીતે મહત્વનું યોગદાન આપેલ તમામ પ્રજાજનોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે

Content Copying Forbidden !!

error: Content is protected !!