બિરબલનો પગાર 16 હજાર રૂપિયા હતો
અકબરની સંપત્તિ વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી
મુઘલોએ ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. તેમનું શાસન બાબરના સમયથી શરૂ થયું હતું. પરંતુ અકબરની ગણતરી તમામ મુઘલ રાજાઓમાં ખૂબ જ
ઊંચી ગણાય છે. અકબરનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. 15 ઓક્ટોબર 1542 ના રોજ જન્મેલા અકબરનું શાસન 1556 થી 1605 સુધી ચાલ્યું હતું. અકબરને
એકવાર તેના પિતા સાથે ભારત છોડીને ભાગવું પડ્યું હતું. પરંતુ થોડા વર્ષો પછી તે ભારત પાછો ફર્યો હતો અને મુઘલ સિંહાસન પર કબજો કર્યો હતો. આજના
સમયમાં જ્યારે પણ અકબરની વાત થાય છે ત્યારે બીરબલનો પણ ઉલ્લેખ થાય છે શું તમે જાણો છો કે તે સમયે બીરબલ અને સૈનિકોને કેટલો પગાર મળતો
હતો? મુઘલ કાળ દરમિયાન, સેનાપતિઓ અને સૈનિકોનો પગાર મનસબદારી પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવતો હતો. મનસબ અરબી શબ્દ છે. તેનો અર્થ છે
પદ અથવા રેંક. મનસબ શબ્દનો ઉપયોગ સરકારી અધિકારીઓ અને સેનાપતિઓની રેન્ક નક્કી કરવા માટે થાય છે. રાજા દ્વારા મનસબદારની નિમણૂક
કરવામાં આવી હતી. અકબરના શાસન દરમિયાન મનસબદારની સંખ્યા 1800 આસપાસ હતી, જે ઔરંગઝેબના શાસનના અંત સુધીમાં 14,500 થઈ ગઈ
હતી. મતલબ કે આ સમયગાળા દરમિયાન મનસબદારની સંખ્યા લગભગ આઠ ગણી વધી ગઈ હતી. અકબરના શાસન દરમિયાન, સૈનિકોના વેતન તેમના પદ,
અનુભવ, લડાઈ કુશળતા અને સૈન્યમાં યોગદાનના આધારે બદલાતા હતા. મિડીયા અહેવાલો મુજબ, તે સમયે મુઘલ બાદશાહ અકબરની સંપત્તિ વિશ્વના
જીડીપીના 25 ટકા જેટલી હતી. અહેવાલો કહે છે કે વર્ષ 1595 માં સમ્રાટની કુલ આવક 9 કરોડ રૂપિયા હતી. જોકે અકબરના દરબારનું આન, બાન અને શાન બિરબલ ખૂબ જ હોંશિયાર હોવાનું કહેવાય છે. એક રિપોર્ટ અનુસાર તેનું નામ મહેશદાસ દુબે હતું. તેમનો જન્મ મધ્ય પ્રદેશના સિધી જિલ્લાના ખોખરામાં થયો
હતો. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, અકબરના સામ્રાજ્યમાં બીરબલનો પગાર તે સમય માટે ખૂબ જ સારો હતો. રૂપિયાના હિસાબે તે સમયે અકબર તેના મુખ્યમંત્રી બિરબલને દર મહિને 16 હજાર રૂપિયાનો પગાર આપતો હતો. તે સમયે 16 હજાર રૂપિયા ઘણો મોટો પગાર કહેવાતો હતો. તે અકબરના નવરત્નોમાંના એક હતો. અકબરના શાસન દરમિયાન, સેનાના સૌથી નાના સૈનિકોને દર મહિને 400 રૂપિયા આપવામાં આવતા હતા.