પ્રમુખ તરીકે મનદીપસિંહ પરમાર અને સેક્રેટરી તરીકે ફારૂક એસ. ખોરજીયા
વાંકાનેર : વાંકાનેર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વર્ષ ૨૦૨૨-૨૩ના હોદેદારો માટે એક- એક ઉમેદવાર જ રહેતા તમામને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
વાંકાનેર બાર એસો.ના પ્રમુખ તરીકે મનદીપસિંહ એસ. પરમાર(મયુરસિંહ ), ઉપપ્રમુખ તરીકે ભૂપત એસ. લુંભાણી, સેક્રેટરી તરીકે ફારૂક એસ. ખોરજીયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે મુળજીભાઈ આર. સોલંકી અને ખજાનચી તરીકે કમલેશભાઈ જે. ચાવડાએ દાવેદારી નોંધાવી હતી. જે તમામ હોદાઓ માટે ફક્ત એક-એક જ ઉમેદવાર બાકી રહેતા હોવાથી વાંકાનેર બાર એસો.ના ચુંટણી અધિકારી વિશાલ પટેલે તમામ હોદેદારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. આ તમામ બિન હરીફ હોદેદારો ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.