કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વસુંધરામાં ગૌચર પવનચક્કી માટે ફાળવાતા પરેશાની

એક બાજુ ભરડિયા, બીજી બાજુ પવનચક્કી અને ત્રીજી બાજુ જંગલ ખાતાની જમીન: પશુપાલકો જાયે તો જાયે કહાં ?

વાંકાનેર : તાલુકાના વસુંધરા ગામે સર્વે ૮૯ પૈકી-૧ જમીન ગૌચરમાં આલેખાયેલી છે. સરકારી અધિકારી દ્વારા આ જમીન સૌર ઉર્જા મથક-પવનચક્કી સ્‍થાપવા માટે સોંપેલ હોઇ પશુપાલકો આધારીત આ વસુંધરા ગામ જો ગૌચરની જમીન છીનવાઇ જશે તો મુશ્‍કેલીમાં મુકાઇ જશે અને આવનારા દિવસોમાં આ મામલે વાતાવરણ તંગ બની શકે છે તેમ વસુંધરા ગામના સરપંચ ધીરૂભાઇ ડાંગર દ્વારા જણાવાયું છે.


સરપંચશ્રી દ્વારા જણાવાયું છે કે જાલસીકા-વસુંધરા સંયુકત ગ્રામ પંચાયતમાં વસુંધરા ગામની ખરાબાની જમીન માપણી શીટ નોંધના ક્રમ નં. ર માં સદરહુ રે.સ.નં. ૮૯ પૈકીમાં ગૌચરનું ૭-૧ર ચાલે છે, તેવુ લખાયેલ છે. આ જમીન સરકારશ્રીએ સૌર ઉર્જા ઉત્‍પાદન મથકને સોંપેલ છે. આ જમીન ઉપર કબજો કરી બંધ કરી દેવામાં આવેલ છે. વસુંધરા ગામમાં મોટા ભાગના માલધારી લોકો રહે છે અને તેનો મુખ્‍ય વ્‍યવસાય પશુપાલનનો છે. પશુપાલનના ઉછેર તેમજ દુધ-ઉત્‍પાદન કરી પોતાની રોજી રોટી ચલાવે છે.

પશુપાલન માટે પશુઓ માટેના સ્ત્રોત સમી ગૌચરની જમીન બંધ કરી દેવામાં આવે અને બીજી ખરાબાની જમીનમાં પથ્‍થરના ભરડીયા ક્રશર ચાલતા હોઇ વસુંધરા ગામની સીમમાં માલઢોરને ચરાવવા માટે કોઇ જગ્‍યા બચેલ નથી. બાજુમાં ફોરેસ્‍ટની વીડી આવેલ છે. જેથી ચોમાસા દરમ્‍યાન માલધારીઓને પોતાના માલ ઢોર રાખવા મુશ્‍કેલીઓ પડે છે. જો પશુધન બાજુના વીડીમાં જાય તો જંગલખાતાના માણસો અને માલધારીઓ વચ્‍ચે ઘર્ષણ થાય છે.

આ બાબતે સંબંધીત અધિકારીશ્રી સરકારને અવારનવાર રજુઆતો કરવા છતા કોઇ ઉકેલ આવેલ નથી. હજુ પણ સરકાર તરફથી માપણી કરી ગૌચરની જમીન માપી, જુના-જાણકાર વૃધ્‍ધ વ્‍યકિતઓને સાથે રાખી, સરકારે ફાળવેલ નિયમ મુજબની ગૌચરની જમીનનું

ડી.ઇ.ઓ.એલ.ટુ ઓફીસ મારફત માપણી કરાવી ડીમાર્કેશન કરાવી આપવામાં આવે તો ગામમાં સુલેહ-શાંતિ બગડે તેવી ઘટનાઓ અટકી જશે અને ગામ લોકો નિરાંતનો શ્વાસ લઇ રોજી રોટી મેળવી શકશે.

ગૃપમાં કઈ રીતે જોડાશો?

Content Copying Forbidden !!

error: Content is protected !!