વાંકાનેર : ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત આ વર્ષે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની ધોરણ 7 ની વિદ્યાર્થિની હિંગોરજા અલમિરાએ જિલ્લા કક્ષાની ગોળા ફેંક સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 

બીજો નંબર મેળવીને શાળાનું તથા ભોજપરા ગામનું ગૌરવ વધાર્યું છે. આ તકે સમગ્ર શાળા પરિવાર તથા ગ્રામજનો તરફથી હિંગોરજા અલમિરાને શુભેચ્છા મળી રહી છે…
