ટંકારા : ટંકારા તાલુકાના અમરાપર ગામે ઇરફાન ભાઈની વાડીમા પરપ્રાંતીય ખેત મજૂરના દસ વર્ષના બાળક ઉપર જંગલી સુવરે અચાનક હુમલો કરતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ ઘટના અંગે 108 ઇમર્જન્સીને કોલ કરતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઇએમટી રૂબિયા કુરેસી અને પાયલોટ મુકેશભાઈએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો. વિશ્ર્વાસ કાવર દ્વારા અપાઈ હતી. ઇજા ગંભીર હોવાથી આમ છતાં વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટ સિવલ હોસ્પિટલ ખસેડવામા આવેલ છે.