કુલ 4 કરોડ ઉપરના ખર્ચનો અંદાઝ
મોરબી: વાંકાનેર તાલુકાના અમરસર મિતાણા રોડ અને વઘાસિયા – લીલાધારી હનુમાન – રાણેકપરના રીપેરીંગના ટેન્ડર બહાર પડયા છે, આ રોડ રિપેરની ખરેખર જરૂર હતી, ટેન્ડર બહાર પડતા લોકોમાં ખુશી છે વધુ વિગત નીચે મુજબ છે…
વાંકાનેર અમરસર મિતાણા રોડ બેટ પર જૂના માળખાને બદલીને નવા બોક્સ કલ્વર્ટના બાંધકામ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર બહાર પડયું છે આ ટેન્ડરની છેલ્લી તારીખ ૨૧/૦૪/૨૦૨૫ છે, એસ્ટીમેન્ટ ૨,૦૨,૫૧,૯૬૦ રૂપિયા છે, ડિપોઝીટ ૨૦૩૦૦૦ રૂપિયા છે અને ટેન્ડર દસ્તાવેજ ફી ૩૬૦૦ રૂપિયા છે…
વાંકાનેર વઘાસિયા – લીલાધારી હનુમાન – રાણેકપર રોડ કિ.મી. ૦/૦ થી ૪/૨૦૦ વી.આર. ના રિસરફેસિંગ માટે ટેન્ડર બહાર પડયું છે આ ટેન્ડરની છેલ્લી તારીખ ૨૨/૦૪/૨૦૨૫ છે, એસ્ટીમેન્ટ ૨,૫૧,૧૩,૬૩૪ રૂપિયા છે, ડિપોઝીટ ૨૫૨૦૦૦ રૂપિયા છે અને ટેન્ડર દસ્તાવેજ ફી ૩૬૦૦ રૂપિયા છે…