એક વિદ્યાર્થિનીનું સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્ક મેળવનાર પ્રથમ 422 માં સ્થાન
ટંકારા : તાલુકાના અમરાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ધો.8ના સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે લેવાયેલી NMMS ની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે…
ધો.8 ના 17 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 16 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા હતા અને 3 બાળકો મેરીટમાં પસંદગી પામ્યા છે. એક વિદ્યાર્થિની સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્ક મેળવનાર પ્રથમ 422 માં સ્થાન પામી છે. પરીક્ષામાં રીઝનિંગ અને ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોના પ્રશ્નો પૂછાયા હતા. શાળાના એચ. ટાટા આચાર્ય રાજેશભાઈ ગાંભવા અને સમગ્ર સ્ટાફે આ તબક્કે ખુશી વ્યક્ત કરી હતી…