એલ્ડર હેલ્પલાઇન મોરબીનું પ્રશંષનિય કાર્ય
વાંકાનેર: એલ્ડર હેલ્પલાઇન મોરબી દ્વારા તાજેતરમાં જ રખડતું-ભટકતું જીવન જીવતા એક ૮૦ વર્ષીય વૃદ્ધાના પરીવારને શોધી તેમનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરનાં ગ્રીનચોક વિસ્તારમાં

છેલ્લા ઘણા સમયથી રોડ પર રખડતું-ભટકતું જીવન જીવતા અમીનાબેન અલારખાભાઈ ફકીર (ઉ.વ. આશરે ૮૦) ગત શનિવારે રસ્તા પર પડી ગયા હોય અને આવા ધોમધખતા તાપમાં રોડ પરથી ઉભા થઈ શકવા પણ સક્ષમ ન હોય મોરબી એલ્ડર હેલ્પલાઈનના રાજદીપસિંહ પરમારને
આ બાબતે જાણ થતાં તેઓ એલ્ડરલાઈનના સિનિયર અધિકારી શી ના માર્ગદર્શન હેઠળ સામાજીક કાર્યકર સતિષભાઈ સાથે તરત જ ઘટના સ્થળે દોડી આવેલ અને પીડિત વૃદ્ધાને ૧૦૮ મારફત વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવેલ. જયાંથી

સામાજીક કાર્યકર હસીનાબેન તથા શરીફાબેન શેખ સહિતનાઓ કામગીરીમાં જોડાયા હતા અને વૃદ્ધાના કુટુંબીજનોને શોધી, સંપર્ક કરી તાત્કાલિક વાંકાનેર બોલાવ્યા હતા. ત્યારબાદ રાજકોટ રાંદેડા વિસ્તાર ખાતે રહેતા પીડિતા વૃદ્ધના એકના એક પુત્ર બાબુભાઈ અને

તેમના કુટુંબીજનો વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા અને પીડિતા અમીનાબેનને પોતાની સાથે લઈ જવા અને સારસંભાળ રાખવાની લેખિત ખાત્રી આપતા તેઓને વૃદ્ધા અમીનાબેનને સોંપવામાં આવેલ. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત પીડિત વૃદ્ધિ છેલ્લા ઘણા મહિનાઓથી અને હાલ ધોમધખતા તડકામાં

ખુલ્લા આકાશ નીચે દયનિય હાલતમાં રહેતા હતા અને પરિવારજનો સાથે રહેવા પણ રાજી નહોતા પરંતુ મોરબી એલ્ડર હેલ્પલાઈન ટીમ દ્વારા સઘન પ્રયાસો કરી તેમને પરિવાર સાથે રહેવા મનાવેલ અને પરિવાર સાથે સુખદ મિલન કરાવી સરાહનીય કાર્ય કરેલ.
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

