ચંદ્રપુરનો શખ્સ કારમાં દારૂ સાથે પકડાયો: વઘાસીયાના શખ્સની તલાશ
વાંકાનેર: ૧૦૮ મકનસર લોકેશનને કોલ મળ્યો હતો કે વાંકાનેર વિસીપરામાં ૫૦ વર્ષીય મહિલા મધુબેન જીતેન્દ્રભાઈની તબિયત ખરાબ છે જેથી ૧૦૮ મકનસર લોકેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી તેમના શરીરના vital કઈક આ પ્રમાણે મળેલ BP 106/74, PLUS 100, RR. 24, RBS. 26 SCKIN TPR COOL જોવા મળ્યા હતા..
જેથી ડો. અતુલભાઈના માર્ગદર્શન હેઠળ ઈએમટી મેર પ્રવીણભાઈ અને પાઈલોટ વિજયભાઈ રાઠવાની ટીમે મહિલાને યોગ્ય સારવાર માટે તે માટે પ્રયત્નો કર્યા હતા ઓક્સિજન અને inj D25% ml. Iv અને RBS મેન્ટન કરી મહિલાઓનો જીવ બચાવ્યો હતો બાદમાં વધુ સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા…
ચંદ્રપુરનો શખ્સ કારમાં દારૂ સાથે પકડાયો: વઘાસીયાના શખ્સની તલાશ
વાંકાનેર: તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેરમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરીને દારૂની હેરાફેરી કરનાર કાર ચાલક શખ્સને ઝડપી લઈ 500 લીટર દેશી દારૂ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા સર્વેલન્સની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકાના જોધપર ગામે નેશનલ હાઈવે પર દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. જેથી વોચ ગોઠવીને બાતમી પ્રમાણેની GJ-36-F-0759 નંબરની કાર નીકળતા રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર ઉભી નહીં રાખી વધુ સ્પીડમાં કાર હંકારી વાંકાનેર તરફ નીકળી ગયો હતો. જેથી આ કારનો પીછો કરીને વાંકાનેર જીનપરા જકાતનાકા રોડ પર કાર ચાલકને ઝડપી પાડયો હતો. કારમાં તપાસ કરતાં 500 લીટર દેશી દારુ મળી આવ્યો હતો. જેથી સર્વેલન્સ ટીમે આરોપી રફીક ઉર્ફે રફલો વીકીયા (ઉં.વ. 35, રહે. ચંદ્રપુર, તા. વાંકાનેર)ને ઝડપી પાડી કાર અને દારૂ સહિત કૂલ 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂનો જથ્થો મંગાવનાર આરોપી સુરુભા કાઠી દરબાર (રહે. ખાટડી, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર), શીવરાજસિંહ સહદેવસિંહ ઝાલા (રહે. વઘાસીયા, તા. વાંકાનેર)ને પકડવાની તજવીજ હાથ ધરી છે…
