વાંકાનેરમાં હાલ ત્રણ સ્થળોએ ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે
વાંકાનેર: કેન્દ્ર સરકારશ્રીએ શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકી છે, ગુજરાતમાં તેનો અમલ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે,

વાંકાનેરમાં હાલ ત્રણ સ્થળોએ ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે (1) રાજકોટ રોડ, રાજાવડલા રસ્તાની પાસે (2) હાઇવે નવાપરા વાસુકી મંદિર પાસે અને (3) જડેશ્વર રોડ, નાગાબાવાના મંદિર પાસે. અહીં રોજના 70 લોકોને અને વાંકાનેર શહેરમાં અંદાજે 300 લોકો આ યોજનાનો લાભ લેતા હોવાનું જાણવા મળે છે.


ભોજનનો લાભ લેવા પ્રથમ વાર નામ નોંધણી માટે આધાર કાર્ડ સાથે હોવું જરૂરી છે, બીજા કોઈ પુરાવા માંગવામાં આવતા નથી
મહિનામાં અમાસના દિવસે રજા હોય છે એ સિવાય નિયમિત રીતે યોજનાની અમલવારી કરવામાં આવે છે સમય સવારે 7 થી 11 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. ભોજન લેવા ડબ્બો સાથે લઈને આવવા સૂચના અપાઈ છે, રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું અને ગોળ અપાય છે, શ્રમિકો માટે આ યોજના આશીર્વાદરૂપ સિદ્ધ થઇ રહી છે…