જયેશ રાદડિયા દ્વારા પાંચ સ્કીમો લોન્ચ કરાઈ

રાજકોટ: ગઈ કાલે જામકંડોરણા ખાતે જીલ્લા સહકારી બેન્ક, જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ વગેરે સહિત ૭ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા મળેલ. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ઓનલાઇન સંબોધન કરીને સહકારી સંસ્થાઓની પ્રગતિ તથા સહકારી મળખાના વિકાસની પ્રશંસા કરી હતી.

બેન્કના ચેરમેન જયેશ રાદડીયાએ સહકારી બેન્ક દ્વારા તત્કાલ ધીરાણ યોજના તમામ બ્રાન્ચે એસી, સભાસદોને ૧પ ટકા ડીવીડન્ડ વગેરેની નવી જાહેરાતો કરી હતી.

જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લા સહકારી બેંકે સહકારી ક્ષેત્રમાં નવા જ આયામો હાંસલ કર્યા છે આ બેંકે ખેડૂતોને કે.સી.સી. ધિરાણમાં કરોડો રૂપિયાની વ્યાજ માફી આપવા ઉપરાંત મંડળીઓને કે. સી. સી. ધિરાણમાં ૧.રપ ટકા માર્જીન આપવા છતાં રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકે રૂા. ૧૯૭ કરોડનો ગ્રોસ નફો અને રૂા. ૮૧ કરોડનો ચોખ્ખો નફો કરેલ છે તે કોઇ નાની સુની વાત નથી. આ બાબત જ બેંક અને ખેડૂતો વચ્ચેનો મજબૂત સબંધોનો પુરાવો છે તેમ શ્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું.

બેંકનાં ચેરમેનશ્રીએ આજની સાધારણ સભામાં લોન્ચ કરેલ સ્કીમો
(૧) સભાસદોની શેર મૂડી ઉપર ૧પ ટકા ડીવીડન્ડ ચુકવવાની જાહેરાત.
(ર) બેંક સાથે જોડાયેલ ખેતી વિષયક મંડળીઓના ખેડૂત સભાસદોને આકસ્મિક નાણાકીય જરૂરીયાતના સંજોગોમાં તત્કાલ નાણા મળી રહે તેવા હેતુથી લોન યોજના અમલમાં મુકવા જાહેર કરૂં છું.

– મધ્યમ મુદત ખેતી વિષયક : ‘કૃષિ તત્કાલ લોન યોજના’.
– એક એકરે રૂા. પ૦,૦૦૦ વધુમાં વધુ રૂા. પ,૦૦,૦૦૦.
– મુદત ૧પ વર્ષ, વ્યાજ દર મંડળીઓ માટે ૯.પ૦ ટકા, સભ્ય માટે ૧૧.૦૦ ટકા, (દિવસ-૩ માં).

(૩) સને ર૦ર૩-ર૪ ના વર્ષના ખરીફ કે. સી. સી. શાખામાં ૧૦ ટકા જેવો વધારો કરતા આ વર્ષે રૂા. ૩,પ૦૦ કરોડ ધિરાણ થયેલ છે.
(૪) બેંકના માનવંતા ગ્રાહકો અને ખેડૂતો માટે સારી વ્યવસ્થાના ભાગરૂપે તમામ શાખાઓ એરકન્ડીશન કરવામાં આવશે.
(પ) કે. સી. સી. લોન વર્ષ ર૦રર-ર૩ માં રાજય સરકાર તરફથી ૪ ટકા લેખે રૂા. ૧ર૩ કરોડ તેમજ કેન્દ્ર સરકાર તરફથી ૩ ટકા લેખે રૂા. ૯૩ કરોડ મળી કુલ રૂા. ર૧૬ કરોડની વ્યાજ સહાયની રકમ બેંક દ્વારા ટૂંક સમયમાં રીલીઝ કરવામાં આવશે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
