સાથે મહિલા સંમેલન પણ યોજાયું
વાંકાનેર: મોરબી જિલ્લાના દરેક શહેરો અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દર વર્ષે વાર્ષિક ઇન્સ્પેક્શન થતું હોય છે જેમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન થયું. વાર્ષિક ઇન્સ્પેક્શન માટે રેન્જ આઈ.જી. પી. અશોકકુમાર તથા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી પધારેલ.



આ દરમિયાન મહિલા પોલીસ સંમેલનનું પણ આયોજન કરવામાં આવેલ. આ મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહેલ.
