દસ લાખના એક કરોડ બનાવી આપવાની લાલચ આપી ચાઉં કરી ગયાની ફરિયાદ
વાંકાનેર: ત્રાત્રિક વિધિના બહાને રૂપિયા દસ લાખના એક કરોડ બનાવવાની લાલચ આપી રૂપિયા દસ લાખની છેતરપિંડી અંગેના પ્રકરણમાં મુખ્ય સૂત્રધારને વાંકાનેરમાંથી ઝડપી લીધો છે. અને તેની પાસેથી રૂપિયા 1.70 લાખની રોકડ રકમ કબ્જે કરી છે.
બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના કલ્યાણપુરના જીતેન્દ્ર વિઠ્ઠલભાઈ કથીરિયા પાસેથી ત્રાત્રિક વિધિના બહાને દસ લાખની રકમ પડાવી લઇ છેતરપિંડી આકરવા અંગેનો ગુન્હો શેઠ વડાલા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જે પ્રકરણની તપાસમાં એલસીબી ટીમે ઝંપલાવ્યું હતું અને વાંકાનેર રેલવે ફાટક પાસે રહેતા અનવરભાઈ ઉર્ફે અનવરબાપુને પકડી પાડયો હતો.
આ અનવરબાપુ આમ તો મૂળ અમદાવાદના રહેવાશી છે. અગાઉ અમદાવાદના સરખેજ પોલીસ મથકમાં પણ ચીટિંગનો ગુન્હો નોંધાયો હતો અને ધરપકડ થઇ હતી.