માટેલના નશો કરી મોટર સાયકલ ચલાવતા
વાંકાનેર: ચંદ્રપુરનો એક શખ્સ તલવાર સાથે નશો કરેલી હાલતમાં તોફાન કરતા જીનપરા જકાતનાકા પાસેથી પોલીસ ખાતાએ પકડેલ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસના પી.એસ.ઓશ્રી સતીસકુમાર સરૈયાએ જણાવેલ કે પી.સી.આર વાહન ટેલીફોનીક વર્ધીના કામે એક ઇસમને કેફી પ્રવાહી પીણું પીધેલ હાલત તેમજ હથિયાર સાથે વાંકાનેર જીનપરા જ કાતનાકા શક્તિ મોબાઇલ દુકાન પાસે તોફાન કરતો હોય જેથી પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે. જેનું નામ
અનવરભાઇ ઉર્ફે જુમાભાઇ કાળુભાઇ શેખ જાતે ફકીર (ઉ.વ ૩૧) રહે, વાંકાનેર ચંન્દ્રપુર બ્રીજ પાસે થોથરાતી જીભે જણાવેલ, તેમજ મજકુર પાસે રહેલ આશરે અઢીફુટ લંબાઇની તલવાર જોવામા આવે છે. જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ધોરણસર અટક કરેલ છે.પોલીસ ખાતાએ અધિક જિલ્લા મેજી.સા. મોરબી જિલ્લા મોરબીના હથિયાર બંધી જાહેર નામા ક્રમાંક નં-જે/એમએજી/ક. ૩૭(૧)જા. નામુ/વશી-૨૭૦૯/ ૨૦૨૪ તા.૨૭/૦૯/ ૨૦૨૪ નો ભંગ કરતા મજકુરે જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….
નશો કરી મોટર સાયકલ સર્પાકારે ચલાવતા
માટેલના પરબતભાઈ છનાભાઇ ઉર્ફે રાણાભાઇ ડાભી (ઉ.વ.38)ને માટેલ ધરા દશામાંના મંદિર પાસે રોડ પર ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં મોટર સાયકલ ચલાવવાના ડ્રાઇવીંગ લાઇસન્સ વગર પોતાના હવાલાવાળું હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નંબર જી.જે. ૩૬ એ. ૬૬૪૩ કી રૂ ૩૦૦ ૦૦ વાળું જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ વી એકટ કલમ ૧૮૫ ૩ ૧૮૧ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬ ૧ બી મુજબ નોંધાયેલ છે…