પલાશ ગામે કાલે રામામંડળ રમાશે
વાંકાનેર તાલુકાના માટેલ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે અષાઢીબીજ મિત્ર-મંડળ- કોઠારીયા રાજકોટ દ્વારા ઉજવાશે. તા.૬ ને શનિવારે રાત્રે ૮ કલાકે ગાયોનાં લાભાર્થે ડાક- ડમરૂ(ડાકલા) નો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે. જેમાં કલાકારો જીતુભાઇ રાવળ, યોગેશભાઇ રાવળ તથા તેમની ટીમ રાત્રીભર ડાકલાની રમઝટ બોલાવશે.
તા.૭ ને રવિવારે અષાઢીબીજના બાવન ગજની ધજા ચડશે. આ ઉપરાંત અસંખ્ય ધજા અષાઢીબીજના ભાવિકો દ્વારા ચડાવાય છે. યાત્રિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. સર્વે ભાવિકોને પધારવા મહંતશ્રી રણછોડદાસજીબાપુ, શ્રી ખોડીદાસબાપુ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
પલાશ ગામે કાલે રામામંડળ રમાશે
મોરબી : વાંકાનેરના પલાશ ગામે તા. 6ના રોજ રામામંડળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે તા.7ના રોજ રામદેવપીરની ઉજવણીનું આયોજન રાખેલ છે. તમામ ભાવિકોને આ ધાર્મિક આયોજનોના લાભ લેવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.