માટેલધરાના મહંતશ્રી દ્વારા ભાવભર્યું નિમંત્રણ
તા.૧૯ ના “ભવ્ય ડાકલાનો પ્રોગ્રામ’ અને તા. ૨૦ ના માતાજીનું વિશેષ પૂજન તથા બાવનગજની ધ્વજારોહણવિધીનું આયોજન
વાંકાનેર: વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત યાત્રાધામ માટેલધરા ખાતે આવેલ આસ્થાનું પ્રતીક આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ અષાઢીબીજની ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવશે.
અષાઢીબીજની પૂર્વ સંધ્યાએ આગલા દિવસે તા.૧૯ને સોમવારના રોજ રાત્રે ૯ કલાકથી માટેલ મંદિરની ગૌશાળાના લાભાર્થે “ભવ્ય ડાકલાનો પ્રોગ્રામ’ રાખેલ છે,
જેમા જીતુભાઈ રાવળદેવ, યોગેશભાઈ રાવળદેવ તથા તેમના સાથીદારો ડાક સાથે રાત્રીભર માતાજીના ડાકલાની રંગત જમાવશે. જેમાં જે કાંઈ આવક થશે, તે માટેલ મંદિની ગૌશાળામાં વપરાશે.
આ ઉપરાંત તા. ૨૦ મંગળવારના રોજ અષાઢીબીજના પાવન પુણ્યશાળી અવસરે સવારે માતાજીનું વિશેષ પૂજન તથા બાવનગજની ધ્વજારોહણવિધી કરવામાં આવશે. તેમ જ અષાઢીબીજના પાવન પર્વે અનેક ભાવિકો દ્વારા ધજા ચડાવાય છે.
દિવ્ય ભકિતમય માહોલ સર્જાય છે. માતાજીના નિજ મંદિરને અનોખા શણગાર દર્શન કરવામાં આવશે. તેમજ વિવિધ જાતના ફૂલોની રંગોળી કાયમ કરવામાં આવે છે.
અષાઢીબીજના પાવન પર્વે દર વર્ષે સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, હાલાર, ઝાલાવાડ, અનેક જગ્યાએથી ભાવિક ભક્તજનો માતાજીના દર્શનાથે પધારે છે. માતાજીના દર્શન કરીને તન, મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે. માટેલધરાનું જળ લઈ ભોજનાલયમાં મહાપ્રસાદ લ્યે છે. સર્વે ભાવિક ભક્તજનોને અષાઢીબીજના પાવન પર્વે પધારવા આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરાના મહંતશ્રી રણછોડદાસજી દુધરેજીયા તથા જગદીશબાપુ, ખોડીદાસબાપુ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે; જે વિશાલભાઈની યાદીમાં જણાવાયું છે.