ગાયત્રીનગરમા રહેણાંકમા જુગારધામ પકડાયું
ટંકારા : ટંકારા મામલતદાર કચેરી પાસે તિલકનગરમાં શેરીમાં ગાળો બોલી રહેલા શખ્સોને ગાળો બોલવાની પાડતા





આરોપી નવધણભાઇ નવીનભાઇ ગોહીલ, કાનો નવીનભાઇ ગોહીલ, ભોલો કાનાભાઇ ગોહીલ અને મનસુખભાઇ નવીનભાઇ ગોહીલ રહે- બધા ટંકારા તીલકનગર વાળાઓએ ફરિયાદી જશુબેન લખનભાઇ પ્રેમજીભાઇ સોઢા, રહે.રાજકોટ કોઠારીયા રોડ અને સાહેદ જડીબેન સાથે ઝઘડો કરી બન્નેને લાકડી વડે માર મારી જડીબેનના માથામા ધારીયાનો ઘા ઝીકી દેતા ઇજાઓ પહોંચતા ચારેય આરોપીઓ વિરુદ્ધ જશુબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે…
ગાયત્રીનગરમા રહેણાંકમા જુગારધામ પકડાયું
મળેલ માહિતી મુજબ ટંકારા શહેરના ગાયત્રીનગરમા આરોપી હર્ષદ કાંતિલાલ પાચોટીયા અને આરોપી મહમદઆમીન યુસુફભાઈ માડકીયાએ રહેણાંકમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા આરોપી હર્ષદભાઇ કાંન્તીલાલ પાંચોટીયા, મહમદઆમીન યુસુફભાઇ માડકીયા, લલીતભાઇ સુંદરજીભાઇ પાંચોટીયા, રવીભાઇ હીરાભાઇ અઘેરા, રફીકભાઇ ગફારભાઇ સમાણી, રજનીકાંન્તભાઇ નારણભાઇ દુબરીયા, ધર્મેન્દ્રભાઇ ડાયાભાઇ ઘેટીયા, પ્રાણજીવનભાઇ સુંદરજીભાઇ ધોરીયાણી, પ્રદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા, હરેશભાઇ ગુણવંતભાઇ પનારા અને વિરમભાઇ ગુણવંતભાઇ પનારા તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 1,51,500 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
