9 હજાર જેટલા રૂપિયા ભરેલા પાકીટ મળતા આચાર્યને સોંપ્યું
દેશી દારૂ સાથે ત્રણની ધરપકડ
વાંકાનેર : તાલુકાની માટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રામાણિકતા દાખવીને તેઓને મળેલું એક પાકીટ શાળાના આચાર્યને સોંપ્યું છે.

લોકો રૂપિયા મેળવવા અવળા રસ્તે પણ જતાં હોય છે. પરંતુ વાંકાનેર તાલુકાના માટેલની તાલુકા શાળાના બે વિદ્યાર્થીઓએ પ્રામાણિકતા દાખવીને સમાજ સમક્ષ ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે.


માટેલ તાલુકા શાળાના ધોરણ 6માં અભ્યાસ કરતાં જીવણ જીતેશભાઈ વિરોડીયા અને બળદેવ રાજુભાઈ સેરાણીયાને એક પાકીટ મળ્યું હતું.


આ પાકીટમાં 9 હજાર જેટલા રૂપિયા હતા. પરંતુ બન્ને બાળકોએ આ રૂપિયાને આડી અવળી જગ્યાએ વાપરવાને બદલે માનવતાના ધોરણે પ્રામાણિકપણે શાળાના આચાર્ય કિશોરભાઈને આ પાકીટ સોંપી દીધું હતું. બન્ને વિદ્યાર્થીઓની પ્રામાણિકતા બદલ શાળા દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
દેશી દારૂ સાથે ત્રણની ધરપકડ
વાંકાનેરમાં આરોપી દીપક ઉર્ફે જીતેન્દ્રભાઇ દેવજીભાઇ ધરજીયા કુંભારપરા ચોકની બાજુમાં રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.વાંકાનેરમાં આરોપી બેનજીરબેન ઉર્ફે બેબી રફીકભાઇ ફીરોજભાઇ રાઠોડ કોઠી ગામના બોર્ડ પાસે કે.જી.એન. હોટલ પાસે આવેલ ખરાબામાં રૂપિયા ૨૦૦ની કિમતના ૧૦ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.વાંકાનેરમાં આરોપી મહેન્દ્રભાઇ જૈનારામભાઇ પ્રજાપતી પાડધરા ગામના પુલ પાસે રૂપિયા ૪૦ની કિમતના ૨ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
ગૃપમાં કઈ રીતે જોડાશો?

આ સમાચાર તમારા ગૃપમાં કઈ રીતે મોકલશો?

