આપ (રહે.) બાદશાહ ઔરંગઝેબની બીજાપુર પાસે સોલાપુરની લશ્કરી છાવણીમાં જઇને રહ્યા
લશ્કરને અજુબો લાગ્યો. કેમ કે, ભાગનગર ફતેહ કરવાની મોહીમ હજી વિચારણામાં આવી નહોતી
લડાઇ લાંબી ચાલી. યોધ્ધાઓ મરાયા, ખુઆરી ખૂબ થઇ, લશ્કર ત્રાસી ગયું અને લશ્કર આપને કરડી નજરે જોવા લાગ્યું
પીર મશાયખ (રહે.) એ તેમનો અને ઔરંગઝેબનો કોઇ સંબંધ પૂરા દિવાને મશાયખની તેર ફસલોમાં કોઇ સ્થળે બતાવ્યો નથી કે તેની મદદ લીધી હોય એવું જણાવ્યું નથી
બાદશાહ ઔરંગઝેબ ચુસ્ત સુન્ની બાદશાહ હતા. પીર મશાયખ (રહે.) બાદશાહનો અને ખુદનો દીન એક હોવાનું બતાવે છે. આપ (રહે.) લખે છે કે:
હરે રહના હમારા હૈ જી ઠામ બુઝો, મુલક હિન્દુસ્તાના, અરે ઉસકી છુપી રીત છુપી નહિં કીસી, સુન સુન ઉસકા બયાના- ૧
અરે પાદશા હમારા હે દીનદારા, નામ ચંગદા જાતી, અને દીનદાર ભી મુલક ભરીયા, સાચી વહી બાતી-૨
અરે રોશના ચંદા જું ઉજાલા, વેસી હૈ ઉસ ઠામ રીતા, અરે રોશના યું નબી દીન સેતી, રબે એ હે કીતા-૩
પછી ઉપરોકત બયાનમાં આગળ આપ (રહે.) લખે છે કે અમારો દીન તુર્કીસ્તાન, ખુરાસાન અને બલ્ખ વિગેરે સુધી પહોંચેલો છે અને ત્યાંનો બાદશાહ પણ મોગલ જાતિનો છે. પીર મશાયખ (રહે.) મોજીજાતના બયાન નં. ૭૯૯/૧૪૭ થી ૮૧૪/૧૬૨ માં લખે છે, કે અદેખાની તકલીફને લીધે આપ (રહે.) બાદશાહ ઔરંગઝેબની બીજાપુર પાસે સોલાપુરની લશ્કરી છાવણીમાં જઇને રહયા. આપ (રહે.) એ બીજાપુરની ફતેહની બશારત સૈનિકોને આપી, તેને સૈનિકોએ બાદશાહ સુધી પહોંચાડી. ચોથી જીલ્કાદ હીજરી સન ૧૦૯૮માં બાદશાહને જીત મળી.
થી ચોથી તારીખ જીલ્કાદ માસા, ઔરંગશાહ કુ ફતેહકી હુઇ આશા-૭
તબ એક રે હજાર થા, અઠઠાનું રે સાલા, સહી ફતેહ હો કેરા, તબ હુવા રે હાલા-૮
(મોજીજાત, બયાન: ૮૦૦/૧૪૮)
પછી બાદશાહના સીપાઇઓ આપ (રહે.) ની પાસે આવવા – જવા લાગ્યા. તે પછી ર૦ દિવસે, ૨૪ જીલ્કાદ હીજરી ૧૦૯૮ માં આપ (રહે.) એ સીપાઇઓને ભાગનગરની ફતેહની બશારત આપી. તેથી લશ્કરને અજુબો લાગ્યો. કેમ કે, ભાગનગર ફતેહ કરવાની મોહીમ હજી વિચારણામાં આવી નહોતી. થોડાક દિવસ બાદશાહે સોલાપુર તરફ વળતી કૂચ કરી, પણ જયારે બાદશાહે ભાગનગરની મુહીમ વિચારી ત્યારે ફોજને ખુશી થઇ અને આપ (રહે.) એ આપેલી બશારત બાદશાહને પહોંચાડી. બાદશાહે આપ (રહે.) ના કહેવા મુજબ તપાસ કરવા આપ (રહે.) ની પાસે જાસુસ મોકલ્યા, પણ આપ (રહે.) એ; એ જ વાત કરી કે અને ગોલકાંડનો બાદશાહ અબુલ હસન તાનાશા તેના શરણે આવશે.
બાદશાહે ભાગનગર તરફ કૂચ કરી, વરસાદ થયો, લડાઇ લાંબી ચાલી. યોધ્ધાઓ મરાયા, ખુઆરી ખૂબ થઇ, લશ્કર ત્રાસી ગયું અને લશ્કર આપને કરડી નજરે જોવા લાગ્યું. અહીંયા બાદશાહે મથુરાના જાટ રાજાને વશ કરવા મથુરાની મુહીમનો ઇરાદો કર્યાં અને કૂચનો દિવસ પણ નકકી થઇ ગયો.
આપ (રહે.) એ આ સંજોગોમાં અલ્લાહથી દુઆ કરી. તે રાતે સ્વપ્નમાં બશારત થઇ કે બાદશાહ અને ફકીર (પીર મશાયખ) એક સાથે ગોલકાંડાના કિલ્લામાં દાખલ થઇ રહયા છે અને તે ફકીર તેમને જમાડે છે. સવારે આપ (રહે.) એ સીપાઇઓને કહ્યું કે કોઇ છે જે બાદશાહને રોકાઇ જવાનું કહે છે. હવે ફતેહ નજીક છે અને મથુરાનો જાટ શરણે આવશે. ખબર મળતાં બાદશાહે મથુરાની કૂચ રોકીને ગોલકાંડાના કિલ્લા ફરતે ઘેરો નાંખ્યો. સાથે જ મથુરાનો જાટ શરણે થયાના સમાચાર મળ્યા. બરાબર બશારતના એક વર્ષે ૨૪ મી જીલ્કાદ હીજરી ૧0૯૯ માં ગોલકાંડા ફતેહ થયું. આપ લખે છે:
થી ચોબીસમી તારીખ. જીલ્કાદ માસા, ગોલકાંડે હો કેરી, ફતેહકી આશા-૧૬
એક હજાર ને નવ્વાણું, થે રે સાલા, સો હીજરી કહીએ, બરસોંકા હાલા-૧૭
(મોજીજાત, બયાન ૮૦૬/૧૫૪)
આપ (રહે.) એ બાદશાહથી પોતાની સીધી મુલાકાતનું ક્યાંય વર્ણન કર્યું નથી, પણ આપ(રહે.)ની બશારતોની ખબરો સૈનિકો બાદશાહને પહોંચાડતા, વળી આ ફકીરની વાતની ખરાઇ માટે બાદશાહ જાસુસી પણ કરતો હતો.
આપ (રહે.) બાલિગ થયા ત્યારે સ્વપ્નમાં આપને નબી (સ.અ .વ.) નો દીદાર મુબારક થયો (મકતુલનામા ભાગ-ર ,બયાન ૬0૨/૨૯૫).
આપ (રહે.) ના કહેવા મુજબ આપે ૩૪ વરસની ઉંમરે છોડી દીધેલું દીવાન, ફરીથી ૩૯ મા વરસના જીલ્કાદ માસ પછી લખવું શરૂ કર્યું. કેમ કે આ પાંચ વર્ષના સમયગાળામાં આપ (રહે.) દક્ષિણમાં હતા.
ઉપરોકત વર્ણન સિવાય પીર મશાયખ (રહે.) એ તેમનો અને ઔરંગઝેબનો કોઇ સંબંધ પૂરા દિવાને મશાયખની તેર ફસલોમાં કોઇ સ્થળે બતાવ્યો નથી કે તેની મદદ લીધી હોય એવું જણાવ્યું નથી. જો આપ (રહે.) નો બાદશાહથી સારો સંબંધ હતો, તો બાદશાહના ડરની વાત ખોટી છે. જેનો ડર હોય તેની છાવણીમાં માણસ શું કામ જઇને રહે?
૩૫ વર્ષની ઉમ્મરે પીર મશાયખ (રહે.) એ દિવાનની પહેલી ફ્સલ નુરનામાની ફક્ત ૩૦ ગઝલો લખી હતી. જેમાં અલ્લાહના નુરની સમઝ આપી છે, તેમાં અકીદાની કોઈ વાત નથી. આપ (રહે.) ના – પૂરા ૫ વરસ વતનથી બહાર સોલાપુરમાં ગયા. ત્યાં પણ આપ (રહે.) એ કોઈ લેખનકાર્ય કર્યું નથી. પીર મશાયખ (રહે.) ના કહેવા મુજબ ૩૯ મે વરસે ગુજરાતમાં આવ્યા બાદ દિવાન ફરીથી હાથમાં લીધું. તે વખતે ઔરંગઝેબ ખુલ્દાબાદ (ઔરંગાબાદ) માં હતો અને અંતર સેંકડો માઇલોનું હતું.
સંપાદિત: નઝરુદીન બાદી