આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ઉજવણી
વાંકાનેર: ગ્લોબલ હેન્ડવોશ ડેની ઉજવણીના ભાગરૂપે મહીકાના આયુષ્યમાન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એંજલ એ. પ્રવાસી, ફીમેલ હેલ્થ વર્કર વંદનાબેન વ્યાસ અને એમ.પી.એચ.ડબલ્યુ. અશ્વિનભાઈ જેજરિયા દ્વારા નવા મહિકા પ્રાથમિક શાળા અને


તાલુકા શાળા મહીકામાં શાળાના વિધાર્થીઓને હેન્ડવોશ ટેકનિક લાઈવ ડિમોન્સ્ટ્રેશન કરાવીને હેન્ડવોશની અગત્યતા સમજાવવામાં આવી હતી.



શાળાના બાળકોને જીવનની સારી ટેવો અને શરીરની સ્વચ્છતા રાખવા અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
સ્વચ્છ હાથ — સ્વસ્થ જીવનની ચાવી છે!
ચાલો, આપણે સૌ મળીને હાથ ધોવાની સારી ટેવ અપનાવીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ.
આવા અનેરા સુવાક્યોના ઉદાહરણો પણ આપવામાં આવ્યા.

