હપ્તો: પહેલો
અબુજીદાદા પીપળિયારાજથી તીથવા, ત્યાંથી માથક અને ત્યાંથી મહીકા રહેવા આવેલા
સદરૂદ્દીનબાવાએ ફરમાવ્યું: ‘માંગો બેટા! આજે દરિયો જોશમાં છે, મોકો છે, માંગી લો…’ અબુજીદાદાએ ફકીરી માંગી
ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાણી છે કે ઝાડની ડાળીએ ડાળીએ હોલમાતાજીએ દિવા પ્રગટ કરી ચમત્કાર કર્યો
અબુજીદાદા મારતી ઘોડીએ ઘરે આવ્યા. કોઠીનું ઉપરનું ઢાંકણું ખુલ્લું જોઈ બોલાઇ ગયું, ‘જેણે આ ઢાંકણું ખોલ્યું છે, એ ગામની એ કુટુંબની દીકરી લઇ આવશો, તો સુખી નહિં થાવ..’
વાંકાનેર તાલુકાના નેશનલ હાઇવે પર આવેલા મહિકાના અબુજીદાદા વિલાયતને પામેલા, જે મહીકાથી સાતેક કિલોમીટર દૂર ગારિયાની સીમમાં જૂના જમાનાના આવેલ કબ્રસ્તાનમાં આરામ ફરમાવી રહ્યા છે. ગારિયા ગામમાં હાલમાં કોઈ મુસ્લિમનું ઘર રહેતું નથી, પણ વીતેલા વરસોનાં જૂના જમાનામાં અહીં આજુબાજુના બાર ગામના મુસ્લિમોની દફનવિધિ ગારિયાની સીમમાં મચ્છુ નદીનાં કાંઠે આવેલ આ કબ્રસ્તાનમાં થતી હતી.

અબુજીદાદા મૂળ તો તાલુકાના પીપળિયારાજમાં રહેતા, એમના અબ્બાનું નામ ડોસાદાદા હતું, ચાર ભાઇમાં અબુજીદાદાથી મોટા જીવાદાદા, બીજા નંબરે અબુજીદાદા, એમનાથી નાના વાઘજીદાદા અને સૌથી નાના લાડજીદાદા. અબુજીદાદાને પીપળિયારાજથી તીથવા અને ત્યાંથી રાજાના ફરમાનથી વાંકાનેર તાલુકો મુકવો પડેલો. હળવદના માથક ગામે રહેવા જવું પડેલું. માથકથી ખૂદ રાજા જ તેડવા આવેલા અને પછી ચાર ભાઈમાંથી બે ભાઈ પાછા પીપળિયારાજ અને ત્યાંથી પાંચદ્વારકા હેવા આવ્યા. એક ભાઈ સાથે અબુજીદાદા મહીકા રહેવા આવ્યા (એ ઐતિહાસિક હકીકત તો બહુ લાંબી છે, જે ભવિષ્યમાં ‘બાદી કુટુંબનો ઇતિહાસ’ની શ્રેણીમાં આપવાની ઈચ્છા છે: નઝરૂદીન બાદી)

અબુજીદાદા કચ્છના સદરૂદીન બાવાના મુરીદ હતા. મહિકામાં મુરીદ- અબુજીદાદાને મળવા એક દિ’ સદરૂદીન બાવા કચ્છમાંથી ઘોડા લઇને આવ્યા. મહિકા મસ્જીદની મેડી ઉપર સદરૂદ્દીન બાવા માણસોને ઈસ્લામની હિદાયત આપતા બેઠા છે. શરીઅતની વાતો સમજાવી રહ્યા છે. ઘણા મુરીદો સાથે જીવાદાદા અને અબુજીદાદા પણ છે. સદરૂદ્દીનબાવાએ બન્ને ભાઇઓને ફરમાવ્યું: ‘માંગો બેટા! આજે દરિયો જોશમાં છે, મોકો છે, માંગી લો…’
જીવાદાદાએ કહ્યું : ‘મારે પટલાઇ જોવે છે…’
એ જમાનામાં પટલાઇનું બહુ માન હતું. પટલનો દરજજો બહુ ઉંચો ગણાતો- વટ પડતો. રાજાનું પટેલોને પીઠબળ મળતું. રાજા પટેલને વ્યકિતગત રીતે નામથી ઓળખતા અને રાજવહીવટમાં એમની સલાહ પણ લેતા. જીવાદાદાને બાવાએ પટલાઇ આપી.
બાવાએ અબુજીદાદાને ફરમાવ્યું: ‘માંગ અબુજી! માંગ…’

અબુજીદાદાએ માંગ્યું: “મને ફકીરી આપો અને મારે આંગણે આવનારને હું રોટલો ખવડાવી શકું” પહેલેથી જ અબુજીદાદા મઝહબી માણસ. ખુદાની જાત પર પૂરૂં યકીન અને પરહેઝગાર પણ ખરા!
સદરૂદીનબાવા આ સાંભળી બહુ ખુશ થયા. બાવાએ અબુજીદાદાને વિલાયત આપી. પાઘડી પહેરાવી. જે પાઘડી આજે પણ મહિકામાં તબરૂકાત તરીકે સાચવવામાં આવી છે. આ પાઘડીને સડો લાગતો નથી.
માઠું વરસ અને એમાંયે આ રસાલો- ઘોડાને ખાણ કયાંથી આપવું? સદરૂદીન બાવા મુરીદની મુંઝવણ પારખી ગયેલા. ‘ચાલો હવે તમારા ઘરે જાવું છે!’
તેમનું ઘર મસ્જીદની બાજુમાં હતું, ઘરના રૂમમાં માટીની એક કોઠી હતી. અબુજીદાદાને ૪ થી ૫ કિલો બાજરો કોઠીમાં નાખી ઉપરથી બંધ કરવાનું કહેતા કોઠી ઉપર થેપડો કરી કોઠી બંધ કરી દીધી. સદરૂદ્દીનબાવાએ બરકતની દુઆ કરી અને કહ્યું, ‘ઉપરથી ઢાંકણું ખોલતા નહિં – હવે આ કોઠીમાંથી બાજરો ખૂટશે નહિં’.
પછી સાચે જ બાજરો ખૂટતો નિહ. બાદી કુટુંબે ત્રણ પેઢી સુધી આ કોઠીમાંથી નિચેના સાણામાંથી બાજરો કાઢી ખાધેલો, બાદીમાં સાસરે આવેલી એક બાઈએ તેના માવતરની ચઢામણીએ એક દિવસ અબુજીદાદા ઘોડી લઇને વાડીએ ગયા હતા, ત્યારે અંદર- શું છે કે બાજરો ખૂટતો નથી- તે જોવા કોઠીનું ઉપરનું ઢાંકણું ખોલી નાખ્યું. અબુજીદાદાને વાડીએ ગેબી અવાજ આવ્યો, ‘તારૂં અનશન લુંટાઇ ગયું’. અબુજીદાદા મારતી ઘોડીએ ઘરે આવ્યા. કોઠીનું ઉપરનું ઢાંકણું ખુલ્લું જોઈ બોલાઇ ગયું, જેણે આ ઢાંકણું ખોલ્યું છે, એ ગામની એ કુટુંબની દીકરી લઇ આવશો, તો સુખી નહિં થાવ, ખૈર, અલ્લાહને જે મંજૂર હતું, તે થયું’.

અબુજીદાદા પીરને મળ્યા. આવવાનું કારણ પૂછતાં પોતાના ઘરવાળા ૧૯ વર્ષથી બિમાર છે, શીફા માટે દુઆ કરો. પીરે દુઆ કરી.
અબુજીદાદા મહિકા આવ્યા તો ખાટલામાં ઉભા પણ ન થઇ શકનાર તેના ઘરવાળા બેડું લઇને સામા મળ્યા. પીરની દુઆ કબૂલ થઇ. અબુજીદાદાની ખુશીનો કોઇ પાર ન રહ્યો. એક વાર અબુજીદાદા વનારીયા હતા. તેના અમ્માજાનનો ઈન્તકાલ થયો. ઘરે પહોંચવું જરૂરી હતું. પણ સમયસર પહોંચવું મુશ્કેલ હતું. પીરે કહ્યું, ‘આંખ બંધ કર’.
આંખ બંધ કરી પલવારમાં ખોલી તો અબુજીદાદા અને પીર બન્ને મહિકાની મચ્છુ નદીના કાંઠે હતા ! આ છે સાચા વલીની તાકાત !!
મહિકામાં નવા બનતા મકાનના બારી-બારણાના કામમાં લાકડાની જરૂર હતી. અબુજીદાદા હોલમાતા પાસે આ માટે લાકડું કાપવા ગયા. ત્યારે ત્યાં અડાબીડ જંગલ હતું. વાઘ, દીપડાનું રહેઠાણ હતું. ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાણી છે કે ઝાડની ડાળીએ ડાળીએ હોલમાતાજીએ દિવા પ્રગટ કરી ચમત્કાર કર્યો. (ક્રમશ:)