વાંકાનેર તાલુકા પંચાયત માજી પ્રમુખ ગુલમહમદ બલોચ મુખ્ય મહેમાનો પૈકી એક
રાજકોટમાં આગામી તા.૫ રવિવારે બલોચ મકરાણી સમાજના સૌપ્રથમ રાજ્ય કક્ષાના ઐતિહાસિક મહાસંમેલનનું ધમાકેદાર આયોજન કરાયુ છે. બલોચ મકરાણી સમાજને સામાજિક-શૈક્ષણિક-આર્થિક રીતે વિકાસ સહિતના મુદ્દે વિચાર વિમર્શ અને વિસ્તળત ચર્ચા-વિચારણા કરવા ગુજરાતભરમાંથી બલોચ મકરાણી સમાજના વિવિધ ક્ષેત્રો સંકળાયેલા સમાજશ્રેષ્ઠીઓ સહિત જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે…કાર્યક્રમ પૂર્વે રાજ્યભરમાં ગામેગામ ડોર ટુ ડોર આમંત્રણ અપાયા છે. ગામેગામથી રાજકોટ પહોંચવા જે તે ગામોથી સ્વયંભૂ વાહનોની વ્યવસ્થા કરાઈ છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમને અપાતો આખરી ઓપ અપાઈ રહ્યો છે. આયોજક અગ્રેસરોએ રાજકોટમાં ધામા નાખ્યા છે. રવિવારે આખો દિવસ યોજાનાર કાર્યક્રમમાં ચા-પાણી-બપોરનુ ભોજન-આરામ સહિતની વ્યવસ્થા કરવામા આવી છે.
આ ઐતિહાસિક મહા સંમેલનનો મુખ્ય એજન્ડા આ પ્રમાણે છે. (૧) શિક્ષણને લગતી બાબતો અંગે ચિંતન દિની-દુન્યાવી તાલીમ. (૨) બલોચ મકરાણી સમાજના વિધાર્થી-વિધાર્થીનીઓ માટે હોસ્ટેલ તથા ટેકનીકલ શિક્ષણ સંસ્થા બનાવવાનું આયોજન. (૩) બ્લોચ મકરાણી સમાજના વિધાથી- વિધાર્થીનીઓને સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શક કલાસીસ ચલાવવા. (૪) સમાજને આર્થિક રીતે સધ્ધર કરવા આર્થિક ભંડોળ ઉભું કરવાનુ આયોજન (૫) બલોચ-મકરાણી સમાજના અંદરોઅંદરના વાદ-વિવાદ પુરા કરાવી સમાજને સંગઠીત કરી એકમંચ પર લાવવા સમાધાન પંચ નીમવા (૬) બલોચ-મકરાણી સમાજમાં પેધી ગયેલા કુરીવાજો દુર કરી સમાજમાં પરીવર્તન લાવવા (૭) સમાજ સુસુપ્ત અવસ્થામા હોય લોકશાહી ઢબે સમાજના પ્રમુખ-હોદેદારોની વરણી કરવા. (૮) બલોય-મકરાણી સમાજને ટ્રસ્ટ તરીકે રજિસ્ટ્રેશન કરાવવા તથા ટ્રસ્ટ બોડીની રચના કરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે…
ઐતિહાસિક મહા સંમેલનની તા-સ્થળ-સમય આ પ્રમાણે છે. તા. ૫-૧-૨૦૨૫ રવિવાર, સવારે ૯થી સાંજે ૪ સુધી, સ્થળઃ લકકી રાજ પાર્ટી પ્લોટ, રાજકોટ-ભાવનગર હાઇવે, આજીડેમ ચોકડી પાસે, રાજકોટ…
ઐતિહાસિક સંમેલન-સમારોહના મુખ્ય મહેમાનો શ્રી ગુલમહમદ બલોચ મા.તા.પં.પ્રમુખ,વાંકાનેર, મુસ્તફાભાઈ મકરાણી, ડીવાયએસપી, હિંમતનગર, અશરફખાન બલોચ, પોલીસ ઇન્સ્પેકટર, અમદાવાદ, એ.આર. મકરાણી, પોલીસ સબ ઇન્સ્પેકટર, રાજકોટ, એસ.આઈ. મકરાણી, પોલીસ સબ ઇન્સ્પેકટર, સુરત, અનવર બલોચ નાયબ મામલદાર, કચ્છ, સાજીદભાઈ મેરુંજય, નાયબ મામલતદાર, સુરત, જહાંગીરખાન દરબાર ગોચનાદ, પાટણ, અર્શમાંનખાન બલોચ, એનએસયુએઈ, પ્રમુખ, ભાવનગર, હસનખાન બલોચ, પાટણ, પીરમહમદભાઈ મકરાણી સમાજ અગ્રણી, વાપી, એચ.આર.બલોચ, નિવૃત ડીવાયએસપી અમદાવાદ, સાજીદભાઈ બલોચ, પોલીસ ઇન્સ્પેકટર, અમદાવાદ, એમ.કે. બલોચ, પોલીસ સબ ઇન્સ્પેકટર, જામનગર, અસ્લમ એ.બલોચ, પોલીસ સબ ઇન્સ્પેકટર, રાજકોટ, જુનેદભાઈ બલોચ, નાયબ મામલતદાર, જૂનાગઢ, જાવીદભાઈ મેરુંજય, નાયબ મામલતદાર, સુરત, તનવીરખાન બલોચ, ખડિયા દરબાર, વલાદર, કાલુખાન દરિયાખાન બલોચ, બાસ્પા, પાટણ, મેહબૂબખાન છોટેખાન બલોચ, કલોલ, મેહસાણા હાજર રહેશે…