દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનો આદેશ
આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ વધેલું જોવા મળી રહ્યું છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ સૌ કોઈ પાસે આજે સ્માર્ટફોન જોવા મળી રહ્યું છે. સમાજમાં સ્માર્ટફોનનું દૂષણ એટલી હદે વધ્યું છે કે, ઘણા બાળકો મોબાઈલના કારણે ખોટામાર્ગે પણ જતાં હોય છે. આજના બાળકો મોબાઈલના કારણે અભ્યાસમાં પણ રુચિ દાખવતાં નથી. તેમજ પહેલાની જેમ ગલી મોહલ્લાની રમતો રમતા પણ જોવા મળતા નથી.
આદેશને સમગ્ર સમાજના લોકોએ સહર્ષ સ્વીકાર કર્યો
આજના જમાનામાં ગલી-મોહલ્લાની રમતો સાવ લુપ્ત થયેલી જોવા મળી રહી છે. આ સાથે જ બાળકોના માનસ ઉપર આડઅસર પણ જોવા મળે છે. ત્યારે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ 53 માં દાઈ ડૉ.સૈયદના આલિકદાર મુફદ્દ્લ મૌલાનાએ સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં 15 વર્ષથી નાની વયના બાળકોને મોબાઈલ ઉપપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ધર્મગુરુના આદેશને સમગ્ર સમાજના લોકોએ સહર્ષ સ્વીકાર કર્યો છે અને બાળકોને મોબાઈલ આપવા ઉપર પ્રતિબંધ લાદી દીધો છે.
માતા-પિતાઓ નિર્ણયને સહર્ષ આવકાર્યો
વાલીઓનું માનવું છે કે, આ નિર્ણય ખૂબ સારો છે, આવકારદાયક છે મોબાઈલ છૂટી જશે તો બાળકો અલગ અલગ રમતો અને પ્રવૃતિઓ તેમજ અભ્યાસમાં ધ્યાન આપી શકશે. આ સાથે દરેક વાલીઓને પણ આ મુહિમમાં જોડાવવા અપીલ કરી હતી. બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે કુમળી વયના બાળકોને મોબાઈલથી દૂર કરી વાલીઓ એ પણ બાળકોને સમાય આપવો જોઇયે તેમજ અલગ અલગ પ્રવૃતિમાં સહકાર આપવો જોઇયે તેવું સમગ્ર દાઉદી વ્હોરા સમાજ મણિ રહ્યો છે. ધર્મગુરુના આદેશને સહર્ષ સ્વીકાર કરી વચન આપ્યું છે કે, દરેક વ્યકતી પોતાના બાળકો ને મોબાઈલ નહીં આપે. ઉલ્લેખનીય છે કે દાઉદી વ્હોરા સમાજમાં ધર્મગુરુના આદેશનું ચુસ્તપણે પાલન થતું હોય છે..