જિલ્લા પોલીસની અપીલ
મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા બહાર પડેલ સૂચના મુજબ ઈવીએમ મશીન રાખવામાં આવેલ મતદાન મથકોથી 200 મિટર વિસ્તાર સુધી ઈન્ટરનેટ સુવિધા બંધ કરવી, ઈવીએમ વોટ બોક્સ જમા કરાવવાના છે, ત્યાંથી 500 મિટર વિસ્તાર સુધી ઈન્ટરનેટ સુવિધા ફરજિયાતપણે બંધ કરવી, પરિણામના દિવસે મતગણતરીના સ્થળેથી 100 મિટરના વિસ્તાર સુધી જીઓ અને વીઆઈ ટેલિકોમ સર્વિસની સેવાઓ બંધ કરવી; એવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેને લઈને Election Commission Of India ના નામથી ફરતા બનાવટી પત્ર ખોટો હોઈ કોઈએ ધ્યાને લેવા નહીં, તેમ જણાવવામાં આવ્યું છે
તેમજ ઈવીએમ મશીન એ Standalone મશીન છે , તેમાં ઈન્ટરનેટથી કોઈ પણ પ્રકારની કનેક્ટિવિટી થઈ શકતી નથી. આવા ખોટા પત્રો કોઈ પણ વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મમાં અપલોડ કે શેર કરશે તેઓના વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાયદાકીય પગલાં લેવામાં આવશે, જેની તમામ જનતાએ નોંધ લેવી. તેમ મોરબી જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.