વાંકાનેર : શ્રી પલાંસ પ્રાથમિક શાળાના બાળકોને ધરોડિયા પરિવાર તરફથી બટુક ભોજન કરાવવામાં આવેલ હતું અને તારીખ 27 સપ્ટેમ્બર, 2024 થી 5 ઓક્ટોબર, 2024 સુધી સતત 9 દિવસ દરરોજ શાળાના બાળકોને બટુક ભોજન અંતર્ગત અલગ અલગ ભોજન પીરસવામાં આવશે…



ઉલ્લેખનિય છે કે સ્વર્ગસ્થ વિજયાબેન રણછોડભાઈ ધરોડીયાની યાદમાં ધરોડિયા પરિવાર દ્વારા સંકલ્પ લઈ શાળાના બાળકોને ભોજન કરાવવાનું ઉમદા સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. આવા ઉમદા કાર્યોથી સમાજમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે. ધરોડિયા પરિવારના આ કાર્ય બદલ શાળા પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી…
