કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સજ્જનપરમાં ગાળો બોલવાની ના પાડનાર વૃધ્ધને માર

ટંકારા: તાલુકાના સજ્જનપર ઘુનડા ગામે રહેતા અને ખેતી તેમજ ખોળની દુકાન ધરાવતા વૃદ્ધની દુકાન પાસે ગાળો બોલી રહેલા શખ્સને ગાળો બોલવાની ના પાડતા ગામના જ પાંચ શખ્સોએ વૃદ્ધને માર મારી પતાવી દેવાની ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

દ્વારકેશ પેવર- વીરપર (મોરબી) તરફથી

રાજા કેટલ ફીડ - રાજાવડલા તરફથી

બનાવ મળેલ જાણકારી મુજબ ટંકારા તાલુકાના સજ્જપર ઘુનડા ગામે રહેતા અને ખેતી કરવાની સાથે ખોળની દુકાન ધરાવતા હરજીભાઈ લીંબાભાઇ બરાસરા ઉ.69 નામના વૃધ્ધની દુકાન પાસે આરોપી વિનોદ પ્રભુભાઈ બરાસરા ગાળો બોલતો હોવાથી ફરિયાદી હરજીભાઈએ ગાળો બોલવાની ના પાડતા બે ત્રણ દિવસ પૂર્વે બોલાચાલી થઈ હતી. બાદમાં ગત તા.3ના રોજ આરોપી (૧) અશોકભાઈ પ્રભુભાઈ બરાસરા (૨) વિનોદભાઈ પ્રભુભાઈ બરાસરા (૩) ભરતભાઈ પ્રભુભાઈ બરાસરા (૪) પાર્થ અશોકભાઈ બરાસરા તથા (૫) મીલન અશોકભાઈ બરાસરા રહે- બધા સજનપર (ઘુ) તા.ટંકારા વાળાઓએ હરજીભાઈની દુકાને આવી હવે પછી મારા ભાઈ કે અમારા પરિવાર વિશે કાઈ બોલીશ તો જાનથી મારી નાખીશું કહી ધોકા વડે માર મારતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!