કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરની ગૌશાળામાં ભુસુ વેચતા અટકાવવા માર

કેફી પીણું પી ને બાઈક ચલાવતા: કોટડા નાયાણીમાંથી દેશી દારૂ મળી આવતા

રાજકોટ: ટંકારા તાલુકાના નેકનામના એક શખ્સે વાંકાનેરની ગૌશાળામાં ભુસુ પુરૂ પાડવા બાબતે માર માર્યાનું જાણવા મળે છે….
મેટોડાના સરપદડ ગામે રહેતાં ભરતભાઇ જગદીશભાઇ સોલંકી (ઉ.વ.૩૯) ને નેકનામ પાસે શિવશક્તિ હોટલ નજીક હતા ત્યારે ગામના સુરેશ અને વિનુએ પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.

ભરતભાઇના કહેવા મુજબ પોતે વાંકાનેરની ગૌશાળામાં ગાયોને લીલુ, મગફળીનું ભુસુ પુરૂ પાડે છે. સામે સુરેશ અને વિનુ પણ લીલુ અને ભુસુ વેંચે છે. આ બંનેએ તું હવે પછી વાંકાનેરની ગૌશાળામાં ભુસુ આપવા જતો નહિ, ત્યાં અમારે ભુસુ આપવું છે તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…

કેફી પીણું પી ને બાઈક ચલાવતા:
વાંકાનેર વીશીપરા રામક્રીષ્ના પોટરી પાસે ચેતનભાઈ માધુભાઈ ડાંગરોચા (32) માટેલ ધરા પાસે ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળુહશે સ્પેલન્ડર પ્લસ મો.સા. રજી.નંબર GJ-36-AB-8536 ર્કી.રૂ.૫૦,૦૦૦/- વાળી જાહેર રોડ ઉપર ડ્રા. લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા એમ.વી.એકટ કલમ ૧૮૫ ૩ ૧૮૧ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ ગુન્હો નોંધાયો છે….આવો જ બીજો ગુન્હો ભુપતભાઈ વરસીંગભાઈ દેત્રોજા (35) હાલ રહેવાસી માટેલરોડ રેસી સીરામીકમાં લેબર કોલોનીમાં મુળ રહે. વાંકાનેર નવાપરા વાસુકીમંદીરની પાછળ વાળા સામે હીરો સ્પેલન્ડર પ્લસ મો.સા. રજી. નંબGJ-36-AB-8536 કી.રૂ.૫૦,૦૦૦/- વાળામાં બેસી નીકળી મળી આવતા નોંધાયો છે….
કોટડા નાયાણીમાંથી દેશી દારૂ મળી આવતા:
કોટડા નાયાણીના દેવકરણભાઈ મશાભાઈ સોલંકી (49) એ કોઇ પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર ૦૬ કીમત રૂ. ૧૨૦૦/- નો રાખી મળી આવતા પ્રોહી. એકટ કલમ ૬૫ એ મુજબ નોંધાયો છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!