આજરોજ ભાટીયા સોસાયટી કુમાર અને કન્યા શાળાનો સંયુક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમ કન્યાશાળામાં યોજાયો હતો, જેમાં જિલ્લા ખેતીવાડી
અધિકારીશ્રી પરસાણીયા સાહેબ, સી.આર.સી.કોડીનેટર માથકીયા સાહેબ, બંને શાળાના એસએમસી અધ્યક્ષ અને સભ્યો ગ્રામજનો
વગેરેની ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલવાટિકામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને
આવકારવામાં આવ્યા હતા અને શિક્ષણની કેડી પર પાપા પગલી મુકતા આ નાના ભૂલકાઓને આવકારવા માટે મોટી સંખ્યામાં
વાલીઓએ હાજરી આપી કાર્યક્રમનું સફળ આયોજન કન્યાશાળાના આચાર્ય અતુલભાઇ બુદ્ધદેવ અને કુમારશાળાના આચાર્ય મનસુખભાઈ વસિયાણી દ્વારા કરવામાં આવ્યું હતું.