વાંકાનેર: તાલુકાના વાદી વસાહત મોટા-ભોજપરા ગામે અગાઉ ઘાવડી માતાજીનાં મંદીર બાબતનો જુનો ઝધડો થયેલ હોય તેનો ખાર રાખી સામસામી માર માર્યાની બે ફરિયાદ નોંધાઈ છે, બંને ફરિયાદમાં મળી કુલ 14 આરોપીના નામ અપાય છે…

જાણવા મળ્યા મુજબ વિજયનાથ પોપટનાથ બામણીયા/વાદી ઉ.વ-૩૦ ધંધો. મજુરી રહે.વાદી વસાહત મોટા-ભોજપરા તા.વાંકાનેર વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે છ આરોપીઓએ બનાવના સમયે બનાવવાળી જગ્યાએ એક સંપ કરી પ્રાણ ધાતક હથીયાર ધારણ કરીગેરકાયદેસર મંડળી રચી આ કામના ફરી સાથે આ કામના આરોપીઓએ અગાઉ ઘાવડી માતાજીનાં મંદીર બાબતનો જુનો ઝધડો થયેલ હોય તેનો ખાર રાખી ફરીને ગાળો કાઢી ફરીએ ગાળો બોલવાની ના પાડતા આ કામના આરોપીએ નં( ૪)નાએ લોખંડના સળીયા વતી ફરીને કપાળના ભાગે ઇજા કરી તેમજ નં (૧) તથા (૫) નાએ હાથ પકડી રાખી ઢીકાપાટુ ને શરીરે મુંઢમાર મારી આ કામના આરોપીઓ મહે. જીલ્લા મેજી.સા.મોરબી ના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો છે. આરોપી તરીકે (1) બહાદુરનાથ સુરમનાથ પરમાર (2) જલાનાથ બોળાનાથ પરમાર

(3) જાનનાથ સુરમનાથ પરમાર (4) રોબરનાથ સુરમનાથ પરમાર (5) કરશનનાથ પોપટનાથ પરમાર (6) પોપટનાથ પરમાર વાદી વસાહત મોટા ભોજપરાના નામ અપાય છે. પોલીસ ખાતાએ ગુન્હો BNS કલમ-૧૧૫(૨),૧૧૮(૧),૩૫૨,૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.
સામા પક્ષે જોગનાથ કાળુનાથ પરમાર/વાદી ઉ.વ-૬૦ ધંધો.મજુરી રહે. વાદી-ભોજપરા તા.વાંકાનેર વાળાએ આઠ જણા ઉપર ફરિયાદ કરી છે. જે મુજબ કામના આરોપી નં.૧ થી ૮ નાઓ બનાવના સમયે બનાવવાળી જગ્યાએ એક સંપ કરી પ્રાણ ધાતક હથીયાર ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી આ કામના આરોપીઓએ માતાજીનાં મંદીર બાબતનો અગાઉ થયેલ ઝગડાને ખાર રાખી ફરીયાદીને તથા ઈજા પામનાર સાહેદોને ભુડા બોલી ગાળો આપી ફરીયાદએ ગાળો બોલવાની ના પાડતા આ કામના આરોપીએ નં (૧) નાએ તેના હાથમાં રહેલ લાકડી વતી ફરીયાદી ને માથાના ભાગે માર મારી ઈજા કરી તેમજ આરોપી નં (૭) નાએ તેના હાથમાં રહેલ લોખંડના પાઈપ વતી ડાબા પગના નળા ભાગે ઘા મારી ગંભીર ઈજા કરી તેમજ આરોપી નં (૪) નાએ તેના હાથ રહેલ લોખડના પાઈપ વતી ફરીયાદીને ડાબી આંખના

ભાગે ઈજા કરી તેમજ આ કામના આરોપી નં ૧ થી ૮ નાઓએ ઈજા પામનાર સાહેદોને લાકડી તથા લોખંડને પાઈપ તથા કુહાડી વતી માર મારી શરીરે મુઢ ઈજા કરી તેમજ ઈજા પામનાર સાહેદ ઝવેરનાથનને માથાના ભાગે ભંયકર હથીયાર વડે ઇજા કરી ફરીયાદી તથા ઈજા પામનાર સાહેદોને ઓરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી. આરોપી તરીકે (1) મીરખાનનાથ સમજુનાથ બાભણીયા, (2) ચેતનનાથ મીરખાનનાથ બાભણીયા, (3) ધર્મનાથ ભોટનાથ બાભણીયા, (4) કેશનાથ કાનનાથ બાભણીયા, (5) કરશનનાથ કાનનાથ બાભણીયા, (6) ભુપતનાથ મીરખાન બાભણીયા, (7) ગોરખનાથ કાનનાથ બાભણીયા અને (8) રમતુનાથ બાભણીયા ગોરખનાથના નામ અપાય છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ની-કલમ-૧૧૫(૨), ૧૧૮(૨), ૩૫૨, ૩૫૧(૨), ૧૮૯(૨), ૧૯૧(૨),૧૯ ૧(૩),૧૯૦ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો છે
