‘છોકરીની સગાઈ બીજે નહિ થવા દવ’ ની ધમકી
આરોપી સામે અગાઉ પણ ફરિયાદ થયેલ
છોકરીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા બનેલો બનાવ
વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામના એક જ જ્ઞાતિનાને છોકરી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે રાખવા છોકરીએ ના પાડતા અવાર નવાર છોકરો ઝધડો કરતો હોય અને ધમકી આપેલ કે છોકરીની સગાઈ બીજે નહિ થવા દવ અને પીછો કરતો હોય જેથી આ બાબતે ફરીયાદ કરેલ હોય જેથી તેનો ખાર રાખી મોટર સાયકલ તથા ઘરવખરીનો સર સામાન પડેલ સળગાવી નાખ્યાની ફરીયાદ થઇ છે.
જાણવા મળ્યા મુજબ પંચાસીયા વણકરવાસમાં રહેતા નિલેશભાઇ પિતામ્બરભાઈ વાઢેર (ઉ.વ.૨૩) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે મજુરી કામે જવા આવવા માટે હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા. રજી નં, GJ-36-Q-5849 વાળુ સને-૨૦૨૦ નું મોડલ છે. તારીખ ૦૫/૦૨/૨૦૨૬ ના સાંજના આઠેક વાગ્યે હું અમારા ઘરની બહાર શેરીમાં બેઠો હતો, ત્યારે અમારી શેરીમાંથી અમારી જ્ઞાતિનો વિજયભાઈ મોહનભાઈ ચાવડા
નિકળેલ અને તેને મને કહેલ કે ‘ચોવીસ કલાકમાં ધા આવશે’ તેવી ધમકી મારીને જતો રહેલ અને રાત્રીના હું નિચેના રૂમમાં અને ઘરના બીજા સભ્યો ઘરની ધાબાની છત ઉપર સુતા હતા અને પોણા બારેક વાગ્યે અમારા ઘરે અવાજ થતા બહાર નિકળેલ તો રસોડામાં ધુમાડા નિકળતા હતા અને ત્યાં મારા માતા પિતા, બહેન તથા અમારી બાજુમાં રહેતા મારા કાકા હરીભાઈ તથા રાકેશભાઈ તથા 
બીજા માણસો હાજર હતા, અને અમારા રસોડામાં રાખેલ બાઈક તથા રસોડામાં પડેલ સરસામાન ફ્રીજ, ચોખા, તથા ઘઉં એમ ઘરવખરીનો સરસામાન સળગી ગયેલ હતો. અને અમારા રસોડાની બહાર ચાલીમાં પડેલ મોટર સાયકલની પેટ્રોલની નળી કાપેલ હતી, અને મારા પિતાએ મને વાત કરેલ કે નીચે રસોડામાં અવાજ આવતા હું નીચે આવેલ તો રસોડામાંથી વિજયભાઈ મોહનભાઇ ચાવડા જતો હતો ઘરે પાણીની કુડીઓ ભરેલ હતી તેનુ પાણી છાટી આગમા કાબુ મેળવેલ
આ વિજયભાઇ ને મારા કાકાની દિકરી સાથે અગાઉ પ્રેમ સબંધ હોય અને તેની સગાઇ કરેલ હોય અને તેના કારણે આ વિજયભાઇએ અમારા ઘરમાં પડેલ મોટર સાયકલ તથા ઘરમાં આગ લગાવેલ હોય અગાઉ ગઇ તા. ૨૦/૦૧/૨૦૨૬ ના રોજ પણ મારા કાકા હરીભાઈના ઘરનો દરવાજો તથા તોરણ સળગાવેલ હતી પોલીસ ખાતાએ વિજયભાઈ મોહનભાઈ ચાવડા રહે. પંચાસીયા વાળા સામે ગુન્હો ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ ૩૨૬(એફ), (જી), ૩૨૯(૨), ૩૫૧(૨) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…..

