વાંકાનેર: વાંકાનેર મોરબી હાઇવે ઉપર ઢુવા નજીક આવેલ વીસ નાલા પાસેથી એક યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માત થયો હતો.
જાણવા મળ્યા મુજબ મોરબીના આવેલ રોહીદાસપરા વિસ્તારની અંદર રહેતા મિથુન પેથાભાઇ ખેર (૨૫) નામનો યુવાન વાંકાનેર મોરબી હાઇવે ઉપર ઢુવા નજીક આવેલ વીસ નાલા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતે તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું, જેથી અકસ્માતના બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા
અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી, જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે