બે વર્ષ પહેલા ઢુવા ચોકડી પાસેથી ચોરી થયુ હતું, જે રફાળેશ્વર ગામ પાસે આવેલ ચોકડી નજીકથી એક શંકાસ્પદ બાઇક સાથે એસઓજીનો સ્ટાફે ઇસમને પકડયો હતો…
મળેલ માહિતી મુજબ મોરબી એસઓજીનો સ્ટાફ વોચમાં હતો અને ત્યારે સ્ટાફના એમ.વી.જોગરાજીયા, કમલેશભાઈ, સામતભાઈ સહિતનાઓ રફાળેશ્વર નજીક હતા ત્યાં રફાળેશ્વર ચોકડીએ ભૂદેવ પાન પાસેથી શંકાસ્પદ બાઈક લઈને નીકળેલા ઈસમને અટકાવવામાં આવ્યો હતો અને તેની પાસે રહેલ જીજે ૩૬ જે ૭૫૮૦ નંબરનું બાઈક કિંમત રૂા.૨૦ હજારનું જપ્ત કરવામાં આવ્યું હતું. તેની પૂછપરછ કરતા તે મૂળ બિહારનો હોય અને હાલ મોરબીના જોધપુર નદી ગામે ડેમ ખાતે રહીને ત્યાં માછીમારીનું કામ કરતો હોય અને તેણે પોતાનું નામ
સુરેશ શ્રીબીન્ટુ સહાની માછીયાર (૨૯) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે રહેલા બાઈકના નંબર આધારે પોકેટ કોપ એપ્લિકેશન વડે સર્ચ મારતા આ વાહન મોરબી જિલ્લાના માળિયા મોંયાણા તાલુકાના ખાખરેચી ગામના રાજેશભાઈ બાબુભાઈ રાવલનું હોવાનું ખુલ્યું હતું, રાજેશભાઈ રાવલનું બાઈક બે વર્ષ પહેલા ઢુવા ચોકડી પાસેથી ચોરી થયુ હોવાનું સામે આવ્યું હતુ. હિન્દીભાષી શખ્સ સુરેશ સહાનીને ઓછી કિંમતે આ બાઈક આપી ગયો હોવાનું સામે આવ્યું હતું…