ડમ્પર નીચે કચડ઼ાયો
ડમ્પર ચાલકને આરોપી બનાવેલ નથી
રોન્ગ સાઈડમાં વાહન ચલાવતા સાવધાન !
વાંકાનેર: સાનવી પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં રહેતા મધ્યપ્રદેશના એક શ્રમિક મોટર સાયકલ લઈને દુધ લેવા માટે ગયેલ ત્યારે અશ્વમેઘ કાંટા સામે મોરબીથી વાંકાનેર તરફ રોડ ઉપર એક ડમ્પર સાથે અકસ્માત થયેલ, ડમ્પર નીચે મોટર સાયકલ આવી જતા ક્રેન બોલાવી ડમ્પર ઉંચુ કરી મરણ જનારને બહાર કાઢેલ હતો પોલીસ ખાતાએ રોન્ગ સાઈડમાં લાયસન્સ વગર ચલાવતા મોટર સાયકલ ચાલક સામે જ ગુન્હો નોંધેલ છે, ડમ્પર ચાલકને આરોપી બનાવેલ નથી….

જાણવા મળ્યા મુજબ રહે. હાલ સાનવી પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં તા:વાંકાનેર મુળ રહે. ખડકવાની તા:કસરાવદ જી: ગનવાની (મધ્યપ્રદેશ) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે હું સાનવી પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝના મજુરીકામ કરુ છુ. મારી સાથે મારા કૌટુમ્બિક સાળા આકાશભાઇ કાલુભાઈ ભાંભર મારી બાજુમાં રહેતો હતો, અને તે બજાજ કંપનીનુ પ્લેટીના મોટર સાયકલ 

રજી.નં.MP-11-NJ-0330 વાળુ લઈને તા:૦૧/૦૩/૨૦૨૬ ના દુધ લેવા માટે ગયેલ ત્યારે અશ્વમેઘ કાંટા સામે મોરબીથી વાંકાનેર તરફ રોડ ઉપર ડમ્પર રજી.નં.GJ-09-AV-2423 વાળા સાથે અકસ્માત થયેલ, ડમ્પર નીચે મોટર સાયકલ આવી જતા ક્રેન બોલાવી ડમ્પર ઉંચુ કરી આકાશભાઈને મોટર સાયકલ સાથે બહાર કાઢેલ હતો અને ૧૦૮ ના ડોકટરશ્રીએ જોઈ તપાસી મરણ ગયેલનુ જણાવેલ હતુ, પોલીસ ખાતાએ રોન્ગ સાઈડમાં લાયસન્સ વગર ચલાવતા મોટર સાયકલ ચાલક આકાશ સામે જ ગુન્હો ભારતિય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૦૬(૧) તથા એમ, વી,એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૧૯, ૩-૧૮૧ મુજબ નોંધેલ છે, ડમ્પર ચાલકને આરોપી બનાવેલ નથી….
