મૂળ ટોળના રહીશ મૃતક હાલ શકિતપરામાં રહેતા હતા
વાંકાનેર: હસનપર પાસે શકિતપરામાં રહી મજૂરીકામ કરતા યુવાનને મોટર સાયકલ લઇને ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં એક ટ્રેકટરની સાઇડ કાપી આગળ નીકળવા જતા ટ્રેકટરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ટ્રેકટર ચલાવી મોટર સાયકલ સહીત હડફેટે લેતા અકસ્માત કરી શરીરે ગંભીર ઇજા કરી મોત નીપજાવવાનો ગુન્હો નોંધાયો છે….
જાણવા મળ્યા મુજબ હાલ વાંકાનેર શકિતપરા શકિતમાતાજીના મંદીર પાસે રહેતા રહે. ટોળ તા.ટંકારા વાળા ચંપાબેન કાન્તીલાલ પ્રેમજીભાઇ બાબરીયા (ઉ.વ.૪૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમાં બે દીકરા છે, અને ચાર દીકરી છે, ગઇ તારીખ: ૧૯/૦૨/૨૦૨૬ ના સાંજના અમારા સંબંધી ભુપતભાઈ લક્ષ્મણભાઈ પરસોડા રહે. હસનપર વાળાએ મને ઘરે આવી વાત કરેલ કે 
‘તમારા પતિ કાન્તીલાલ (ઉ.વ.૪૭) હસનપર સીમમાં આવેલ ક્રિષ્ના રીરેકટરીથી મોટર સાયકલ લઇ ઘરે આવતા હતા, ત્યારે શ્રી જી કારખાના પાસે કાચા રસ્તે તમારા પતિનો એક ટ્રેકટર વાળા સાથે અકસ્માત થયેલ છે અને તેને વાંકાનેર સરકારી દવાખાને લઇ ગયેલ છે’
બાદ મને જાણવા મળેલ કે આ વાહન અકસ્માતમાં મારા પતિનુ અવશાન થઇ ગયેલ છે. બાદ મારા કુટુમ્બીક કાકાજી સસરા નાગજીભાઈ ગોવાભાઇ બાબરીયા રહે, ટોળ વાળા તથા અન્ય દવાખાને વાંકાનેર ખાતે ગયેલ હતા અને ત્યાં મારા પતિની લાશનુ પી.એમ.કરાવી લાશ ઘરે લાવી અંતીમ વીધી કરેલ હતી
બાદ જાણવા મળેલ કે મારા પતિ કારખાનેથી મોટર સાયકલ રજી. નંબર GJ-03-BS-9079 વાળુ લઈને કામ પતાવી પરત ઘરે આવતા હતા ત્યારે શ્રીજી કારખાના પાસે કાચા રસ્તા પર તેની આગળ જતા એક ટ્રેકટર ૨જી. નંબર GJ-03-EA-4363 વાળુ જતુ હોય જેની સાઇડ કાપી આગળ નીકળવા જતા ટ્રેકટર ચાલકે પુર ઝડપે અને બેદરકારીથી ટ્રેકટર ચલાવી 
મારા પતિને મોટર સાયકલ સહિત હડફેટે લઇ અકસ્માત કરતા તેને શરીરના ભાગે ગંભીર ઈજા થતા મરણ ગયેલ મારા પતિની અંતીમવિધિ પુર્ણ કરી હું તથા મારા દેરાણી રંજનબેન રાજેશભાઇ બાબરીયા તથા મારા દીયર રાજેશભાઇ વાલજીભાઇ બાબરીયા તથા ભુપતભાઈ પરસોડા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ લખાવવા માટે આવેલ છીએ પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૦૬(૧), તથા એમ.વી.એકટ. કલમ-૧૭૭, ૧૮૪, મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
