વાંકાનેર ભાજપમાં જૂથ બંધી સામે આવી
વાંકાનેર: પહેલગાવમાં આતંકવાદીઓએ કરેલ કાયરતા પૂર્વકના હુમલાના બનાવ સામે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં ભરણપોષણ મેળવતા આંતકવાદીઓના ઠેકાણા ઉપર એર સ્ટ્રાઈક કરી ઓપરેશન સિંદુર લોન્ચ કરવામાં આવ્યું હોય, જેની સફળતાની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતના શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવા દેશભક્તિના કાર્યક્રમમાં પણ વાંકાનેર ભાજપનો જૂથવાદ ઉજાગર થયો છે, જેમાં આવતીકાલે વાંકાનેર ભાજપના બંને જુથો દ્વારા બે અલગ અલગ તિરંગા યાત્રાના આયોજનની નાગરિકો મુંઝવણમાં મુકાયા છે…
ગુજરાત પ્રદેશ ભાજપ માટે પણ માથાનાં દુઃખાવા રૂપ બનેલા વાંકાનેર ભાજપનાં આંતરી જુથવાદમાં વાંકાનેર પંથકનો વિકાસ ખોરંભે ચડી ગયો હોવાનો સ્પષ્ટ આભાસ નાગરિકો અનુભવી રહ્યા છે. ચરમસીમાએ પહોંચેલા જુથવાદ વચ્ચે આજના આયોજનની વિગતો જોઈએ તો વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ સંગઠન દ્વારા સવારે ૯ વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જયારે સામાપક્ષે સાંજે ૪:૩૦ કલાકે અલગથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બંને યાત્રાના સરખા પોસ્ટરો અલગ વિગતો સાથેના સોસીયલ મિડિયામાં વાયરલ થયા છે. દેશભક્તિના કાર્યક્રમોમાં પણ જુથવાદે માથું ઊંચકતા વાંકાનેર પંથકના નાગરિકો પણ બે અલગ અલગ તિરંગા યાત્રાના આયોજનથી મુંઝાયા છે…