વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા તા.28/12/24 ને શનિવારના રાત્રે 1 વાગ્યા સુધી વાંકાનેર શહેરની આસપાસનાં વિસ્તારોમાં જરૂરીયાત મંદ લોકોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ સેવામાં ગઢીયા હનુમાન મિત્ર મંડળનાં સભ્યો હાજર રહ્યા હતા…
રાત્રિનાં 1 વાગ્યા સુધી વાંકાનેર શહેરની આસપાસનાં વિસ્તારોમાં જરૂરીયાત મંદ લોકોને ધાબળા આપવામાં આવ્યા હતા, આ સેવામાં ગઢીયા હનુમાન મિત્ર મંડળને પ્રોત્સાહન પુરું પાડવા અને સેવાકિય પ્રવૃત્તિઓને બિરદાવવા માટે વાંકાનેર ડી.વાય.એસ.પી. શ્રીસમીરભાઈ સારડાસાહેબ, શ્રી શૈલેષભાઈ ઠક્કર સદસ્ય ગુજરાત વ્યાપારી સેલ ભાજપ, કે. ડી ઝાલા, કૃષ્ણસિંહ ઝાલા ( x army), કાપડ એસોસિએશન પ્રમુખ મુન્નાભાઈ હેરમા હાજર રહી ગઢીયા હનુમાન મિત્ર મંડળની સેવાકીય પ્રવૃતિઓ બદલ અભીનંદન આપ્યા હતા…
ખાસ નોંધ:
આપની આસપાસ કોઈ જરૂરીયાત મંદ વ્યક્તિને ધાબળાની જરૂરીયાત હોય તો નીચે દર્શાવેલ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી.
રવિભાઈ લખતરીયા મો.9824193274
ભુપતભાઈ છૈયા મો. 6352630453