ખાનપર, દેરાળા વિગેરે ગામના લોકોએ પણ રક્તદાન કર્યું
વાંકાનેર: તાલુકાના લુણસર મુકામે ૭૬ માં ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ રક્તદાનનું કેમ્પ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી સંલગ્ન ડૉ. હેડ ગેવાર સ્મારક સમિતિના યજમાન પદે આયોજન થયું હતું. ખાનપર દેરાળા વિગેરે ગામના લોકોએ રક્તદાન કર્યું હતું અને સી.યુ. શાહ ટી.બી.હોસ્પિટલ સુરેન્દ્રનગરની ટીમ દ્વારા રક્ત એકઠું કરવામાં આવેલ આવ્યું હતું ત્યારે ૫૦ બોટલ રક્ત એકત્રિત કરાયું હતું આ કાર્યક્રમની સફળતા માટે સંઘ કાર્યકરો જગદીશભાઈ વરમોરા, ડો.હર્ષદભાઈ ભીમાણી તથા ગ્રામવાસીઓએ જહેમત ઉઠાવી હતી…