હાલ-નવા જાંબુડીયા રહેતા શખ્સ સામે કાર્યવાહી
વાંકાનેર : વાંકાનેર નજીક સરતાનપર રોડ ઉપરથી પોલીસે ઇકોમાંથી આયુર્વેદિક નશાકારક શિરપની ૩૨૦ બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગ દરમ્યાન સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી ઉપરથી સુરેશભાઇ ચૌહાણ ઉવ.૨૪ રહે. હાલ-નવા જાંબુડીયા મુળ ગામ-ખડીયા તા.માણાવદરવાળાને ઇકો કાર નં.GJ-36-5-8016માંથી આયુર્વેદિક નશાકારક શિરપ કુલ બોટલ નંગ.૩૨૦ કી.રૂ.૪૮૦૦૦/-તથા ઇકો કાર કી.રૂ.૨,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૨૪૮૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.