સિટી પોલીસના PSI કાનાણી તથા મહેશ્વરી દ્વારા સરાહનીય કામગીરી
વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાની અધ્યક્ષતામાં વાંકાનેર બાઉન્ડ્રી એસો.ના હોદેદારો સાથે બેઠક યોજાઇ હતી ત્યારે ખાસ કરીને દિવાળી નિમિતે ચોરી અને ઘરફોડના બનાવ ન બને તે માટે થઈને ચર્ચા કરવામાં આવી હતી અને
ખાસ કરીને દિવાળીના તહેવારોને લઈને પોલીસ સાથે સંકલનમાં રહેવા માટે તકેદારી રાખવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
સિટી પોલીસના PSI કાનાણી તથા મહેશ્વરી દ્વારા સરાહનીય કામગીરી
વાંકાનેર : હાલ દિવાળીનો માહોલ હોય વાંકાનેર શહેરના મુખ્ય રસ્તાઓ પર ભીડના દૃશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે વાંકાનેર શહેર પોલીસના કાર્યદક્ષ PSI ડી વી કાનાણી તથા વી કે મહેશ્વરી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા પોતાની ફરજના ભાગરૂપે શહેરમાં સમયાંતરે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ફૂટ પેટ્રોલિંગ સાથે
આડેધડ પાર્ક થયેલા વાહનોનાં કારણે થતા ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી તેમજ કાયદાનો ભંગ કરનારા વાહનચાલકોને સ્થળ પર જ હાજર દંડ ફટકારી ટ્રાફિક સેન્સનું ભાન કરાવવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત અધિકારીઓ દ્વારા કરવામાં આવતી એલર્ટ કામગીરી લોકોમાં સરાહનીય અને પ્રશંસનીય બની છે…