નવાપરામાં રસ્તા નથી તે અહિ સાઇકલ લઇને આવો છો?
રાજકોટ: વાંકાનેરના નવાપરામાં રહેતાં મેરૂ અજયભાઇ રીબડીયા (ઉ.વ.૧૩)ને તે સાઇકલ હંકારી પોતાના મોટાબાપુના ઘરે નજીકની ધરમનગર સોસાયટીમાં જતાં ત્યાં રહેતાં એક મહિલાએ તમે અહિ શું સાઇકલ ફેરવવા આવો છો, નવાપરામાં રસ્તા નથી? તેમ કહી 

ઝઘડો કર્યા બાદ એ મહિલાના દિકરાએ માથામાં ઇંટ ફટકારી લેતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. મેરૂ રીબડીયા સાતમુ ધોરણ ભણે છે. તેના માતા ભારતીબેને જણાવ્યું હતું કે દિકરો મોટા બાપુના ઘરે સાઇકલ લઇને ગયો ત્યારે

ધરમનગરમાં રહેતા મહિલાએ તેને ઉભો રાખી માથાકુટ કરતાં મારો દિકરો ઉભા રહો મારા મમ્મીને બોલાવીને આવુ કહી સાઇકલ લઇ રવાના થયો ત્યાં મહિલાના દિકરાએ ઇંટનો ઘા 

કરી લીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયદિપસિંહ જાડેજા, ભાવેશભાઇ મકવાણા, તીફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડે વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી…