કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભત્રીજી વિશે ખરાબ બોલનારને ઠપકો આપવા જતા યુવાન પર  ઈટો ફટકારી

સંજયભાઈ ઉપર આરોગ્યનગર ચોકમાં જીગ્નેશનો હુમલો

વાંકાનેર : વાંકાનેર શહેરના આરોગ્ય નગરમાં રહેતા યુવાને પોતાના ભાઈની દીકરી વિશે ખરાબ વાતો કરતા શખ્સને ટપારતા આ શખ્સે ઉશ્કેરાઈ જઈ ઇટના ઘા ઝીકતા ઇજાઓ પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના આરોગ્ય નગરમાં રહેતા સંજયભાઈ જીવણભાઈ વિરાણીના ભાઈની દીકરી વિશે આરોપી જીગ્નેશ ભયલાલભાઈ પતરિયા વાતો કરતો હોય જેથી સંજયભાઈએ ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી જીગ્નેશ ભયલાલભાઈ પતરિયાએ સંજયભાઈને ગાળો આપી માથામાં તેમજ વાંસાના ભાગે ઇટના ઘા ઝીકતા ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!