કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સ્વ. મીરસાહેબના જન્મદિવસ નિમીતે કેક અને ફ્રૂટ વિતરણ

વાંકાનેર: તા.૩૧/૧૨/૨૦૨૪ સ્વતંત્રતા સેનાની પરીવારના વંશજ, વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરૂ સ્વ.ખુરશીદ હૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનો ગઈ કાલે જન્મદિવસ હતો, જેમનુ અવશાન તા. ૯/૩/૨૦૨૪ ના રોજ થયુ હતુ. જે દુઃખદ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીરઝાદા પરીવારને લેખીત શોક સંદેશો પાઠવામાં આવેલ. ઉપરાંત ગુજરાત કોંગ્રસ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહજી ગોહીલ, સાંસદ અને વાંકાનેર રાજવી કેશરીસિંહજી ઝાલા, સાંસદ પુરસોતમભાઈ રૂપાલા, પુર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, પુર્વ નેતા વિપક્ષ ગુજરાત વિધાનસભા પરેશભાઈ ધાનાણી સહિત વિવિધ રાજકીય સામાજીક અગ્રણીઓ અને વાંકાનેર સહિત ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં સ્વ. પીરઝાદાના મિત્રો, સંબંઘીઓ અને અનુયાયીઓ શ્રધ્ધાંજલિ પાઠવા ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆતમાં સ્વ. પીરઝાદાને શ્રધ્ધાંજલિ પાઠવામાં આવી હતી.ભારતીય ઈતિહાસના વિષય સાથે M.A. સુધી અમદાવાદ ખાતે અભ્યાસ કરી સ્વ. પીરઝાદા વાંકાનેરના સામાજીક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને રાજકીય વિકાસકાર્યમાં જોડાયા હતા. તેમના દ્વારા સ્થાપિત મોહંમદી લોકશાળા ચંદ્રપુર અને એસ.એમ.પી. હાઈસ્કૂલ સીંધાવદર ખાતે હાલ ધોરણ-૧૨ સુધી શિક્ષણ આપવામાં આવે છે. જેનો લાભ હજારો વિધાર્થીઓને મળેલ છે. સ્વ. પીરઝાદા દ્રારા સ્થાપીત પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ પાછલા ત્રીસ વષીથી રાહતદરે સેવા આપી રહયુ છે…ઈસ્લામના પયગંબર સાહેબના વંશજ સુફીસંત એવા સ્વ. મીર સાહેબના અવશાન પછી તેમનો આ પ્રથમ જન્મદિવસ હોઈ, તે નિમીતે પીરઝાદા પરીવાર દ્વારા મોહંમદી લોકશાળા ચંદ્રપુર અને એસ.એમ.પી. હાઈસ્કૂલ સિધાવદર ખાતે આશરે ૯૦૦ વિધાર્થીઓને કેક વિતરણ કરી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ. તેમજ આ પ્રસંગે પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે એડમીટ એવા ૫૦ થી વધુ દર્દીઓને ફુટ વિતરણ કરી સ્વ. પીરઝાદાને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવેલ…જે પ્રસંગે તેમના પુત્રો શાઈર એહમદ પીરઝાદા, શકીલ એહમદ પીરઝાદા, પરીવારના સદસ્યો અને આબીદ ગઢવારા, સોયબ બાદી, ફારૂક કડીવાર, એહમદરજા માથકીયા, ઈમ્તિયાજ મારવિયા, ઈરફાન મારવિયા, ઇલ્મુદિન દેકાવડીયા, રિયાસત શેરસીયા સહિતના યુવા અગ્રણીઓ હાજર રહયા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!