વાંકાનેર: તાલુકાના લુણસર ગામેથી એક શખ્સ પાસેથી વિદેશી દારૂ મળી આવેલ છે
જાણવા મળ્યા મુજબ મનિષભાઈ ઓધવજીભાઈ વસીયાણી જાતે પટેલ (ઉ.વ.૩૮) ધંધો. વેપાર રહે. વંદાવન પાર્ક દલવાડી સર્કલ મોરબી વાળા પોતાના હવાલાવાળી મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર રજી નં જી જે ૦૩ એનબી ૮૮૮૮ વાળી લુણસર પ્લોટ વિસ્તારમાં સહકારી મંડળી નજીકથી નીકળતા અને
તલાશી લેતા વિદેશી દારૂની કાચની બોટલ ગ્રીન લેબલ વિહસ્કી નંગ ૧ મળી આવતા તેની કિંમત રૂ. ૧૫૦ તેમજ કારની કિં રૂ ૧૦,૦૦,૦૦૦ જે મળી કુલ મુદામાલ કિ રૂ ૧૦,૦૦,૧૫૦ પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે આ કામગીરી પો.કોન્સ. વાંકાનેર તાલુકા પો.સ્ટે. રવિભાઈ લાભુભાઇ કલોતરા તથા પો. કોન્સ. સંજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી
ટ્રાફિક નિયમના ભંગ:
ખેરવાના મુનાભાઇ મેહુરભાઈ ટોળીયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
લપાતો છુપાતો:
હસનપર શક્તિપરાના રમેશ ઉર્ફે પોયો મનુભાઈ વાઘેલા અને વિનુભાઈ ધનજીભાઈ વાઘેલા રાતના અંધારામાં ઢુવા ચોકડી પાસે દુકાનોના તાળા ફંફોસતા લપાતા છુપાતા પકડાયા
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો