બે જણાએ સ્ટાફ સાથે ઝઘડો કરેલ
વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા ઉપર ટોલ ભર્યા વગર ટોલ બૂથના કર્મચારીઓ સાથે બોલાચાલી ઝઘડો કરીને ધમકીઓ આપવામાં આવી હતી અને ડમ્પરને અવારનવાર ત્યાંથી ટોલ ભર્યા વગર હંકારીને ટોલ બુથ તથા ત્યાં મૂકવામાં આવેલ બેરીકેટને નુકસાન કરવામાં આવ્યું હતું જેથી હાલમાં ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ડમ્પરના ચાલક સહિત કુલ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરેલ છે.

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આવેલ મિસરી હોટલ પાછળ સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને વઘાસીયા ટોલનાકા ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ (37)એ હરસિધ્ધિ હોટલ વાળા જયરાજસિંહ રહે. વઘાસીયા તથા ડમ્પર નંબર જીજે 36 વી 5208 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં જણાવ્યુ છે કે, વઘાસીયા ટોલનાકા ઉપરથી અવારનવાર અલગ અલગ ટ્રકો ટોલ પ્લાઝામાં ટોલ ભર્યા વગર કઢાવીને ફરિયાદી તથા ટોલ બુથના સ્ટાફ સાથે બોલાચાલી ઝઘડો કરીને ધમકી આપવામાં આવી હતી અને ડમ્પરના ચાલકે અવારનવાર પોતાનું ડમ્પર ટોલ બુથ ઉપરથી હંકારીને ટોલ બુથ તથા ત્યાં રાખવામાં આવેલ ટોલ બેરીકેટને નુકસાન કર્યું હતું જેથી કરીને ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરેલ છે.
