કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category બાંધકામ

હસનપરના સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપાયો

વાંકાનેર: હસનપર ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી હોય જે મંજુર થતા તાલુકા વિકાસ અધિકારીએ એક્શન લઈને સરપંચને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે અને ઉપસરપંચને ચાર્જ સોપવામાં આવ્યો છે… તાલુકા વિકાસ અધિકારી વાંકાનેર દ્વારા કરવામાં આવેલ હુકમમાં જણાવ્યું છે…

ઈદ-એ-મિલાદની મુસ્લિમ બિરાદરોએ ઉજવણી કરી

વાંકાનેર: ગઈ કાલે ઈદ-એ-મિલાદ તહેવારની સમગ્ર વાંકાનેર તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરના ગ્રામ વિસ્તારોમાં સવારે અને વાંકાનેર શહેર ખાતે બપોર બાદ શહેરના રાજમાર્ગો પર વિશાળ ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ…

હસનપર પ્રાથમિક શાળાના શિક્ષકનું પ્રેરણાદાયી કાર્ય

વાંકાનેર: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની હસનપર પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક તથા વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રી શ્રી ધવલભાઈ બી. મહેતાએ તા. ૧૫/૦૯/૨૦૨૪ના રોજ તેમના પિતાશ્રી સ્વ. ભરતભાઈ મુળજીભાઈ મહેતાની ૭ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વાંકાનેર પુસ્તક પરબ ટીમને…

રાતડિયામાં નિઃશુલ્ક હોમીઓપેથી નિદાન/ સારવાર કેમ્પ

તારીખ: 17 સપ્ટેમ્બર મંગળવારના શાળામાં યોજાશે વાંકાનેર: સરકારશ્રીના ૧૦ માં સેવા સેતુ અંતર્ગત વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી જિલ્લા પંચાયત મોરબીના માર્ગદર્શન અને સૂચન અંતર્ગત નિઃશુલ્ક હોમીઓપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં…

કાનપર શાળાને ડોકટરના જન્મદિવસે ભેટ

સરપંચના દીકરી ડોક્ટર મિરાલ એમ. બાદીએ ભેટ આપી વાંકાનેર: કાનપર ગામના સરપંચશ્રી બાદી અસ્માબેન મહેબુબભાઇના દીકરી ડોક્ટર મિરાલબેન એમ. એ પોતાનો જન્મદિવસ જુદી જ રીતે ઉજવ્યો. શાળા સમય બાદ સહ પરિવાર સાથે શાળાએ આવી પોતાના જન્મદિવસે શાળાના બાળકો માટે કીમતી…

વાંકાનેર રાજપરિવાર ગજાનન મહારાજના દર્શને

રાજાશાહી ગયે તો સાત દાયકાથી વધુ સમય વીતી ગયો છતાં રાજાશાહીમાં જે રાજા પ્રજાવત્સલ રાજવીની છાપ છોડી ગયા તે રાજવીઓના વંશજોને પ્રજા આજે પણ પૂરું માન સન્માન આપે છે… આમ તો વાંકાનેરના પૂર્વ મહારાજ કુમાર શ્રી રણજીતસિંહજી (IAS, નિવૃત્ત) વર્ષોથી…

કડીવાર કુટુંબ (દાદી વાળા) ના તારલાઓના સન્માનનો કાર્યક્રમ

વાંકાનેર: વિસ્તારમાં વસતા કડીવાર કુટુંબ (દાદી વાળા) ના તેજસ્વી વિદ્યાર્થીઓ, નવી સરકારી નોકરી મેળવતા કર્મચારીઓ, નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓ તેમજ હાજી સાહેબોનો સન્માન કાર્યક્રમ યોજવાનું નક્કી થયેલ છે, વધુ વિગત નીચે મુજબ છે…. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કડીવાર…

ઈદે મિલાદ અને ગણેશોત્સવ નિમિતે પોલીસતંત્ર એલર્ટ

SBI બેંકના કેશીયર જાડેજાને નિવૃત્તિ વિદાયમાન વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અને નાયબ પોલીસ અધ્યક્ષકના માર્ગદર્શનથી વાંકાનેર શહેરના સીટી પીઆઈ એચવી ઘેલાની સૂચનાથી વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં પીએસઆઈ ડી.વી.કાનાણી સહિત સમગ્ર પોલીસ સ્ટાફ પરિસ્થિતિને ધ્યાન રાખી વિવિધ વિસ્તારોમાં…

VCE દ્વારા એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો બહિષ્કાર

DDO કામગીરી કરવા દબાણ આપતા હોવાનો આરોપ વાંકાનેર: મોરબી જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ એટલે કે VCE દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને…

આલિયાની ટોપી માલિયા ઉપર, માલિયો ઉઘાડા માથે

વાંકાનેરથી બાઈક ચોરી કરી રાજકોટમાં કનૈયા ચોક પાસે મૂકેલું વાંકાનેર: બીજેથી ચોરી કરેલું વાહન વાંકાનેરમાં ધંધો કરતા શખ્સે અહીં પણ વાહન ચોરી કરી રાજકોટ મૂકી ત્યાં પણ વાહન ચોરી કરી હતી… જાણવા મળ્યા મુજબ ધંધો કરતાં તસ્કરને રાજકોટ ગાંધીગ્રામ પોલીસે…

Content Copying Forbidden !!

error: Content is protected !!