કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ઢુવા બંધ કારખાનામાં જુગાર અંગે છ પકડાયા

મોડી રાત્રીના અંધારામાં લપાતા છુપાતા મોરબીના ત્રણ પકડાયા વાંકાનેર: તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ પોતાના રેઇન્બો સીરામીક નામના બંધ સીરામીકની ઓફીસમાં બહારથી અન્ય માણસો બોલાવી જુગાર રમાડતા/ રમતા કુલ છ સામે પોલીસ કાર્યવાહી થઇ છે…. જાણવા મળ્યા મુજબ ઢુવા ગામની…

ભલગામ પાસે ઉભા પાકને નુકશાન: મુખ્યમંત્રીને રજૂઆત

અધિકારીનું ખેડૂતો લક્ષી નહી પરંતુ ફેકટરીઓ તરફી વલણ વાંકાનેર તાલુકાનાં ભલગામ પાસે ફેકટરીઓ દ્વારા ફેલાવતા પ્રદૂષણના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયેલ છે જેથી કરીને આ બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં…

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સન્માનિત

પોલીસ સબ ઇન્સ્પેક્ટર લલિતાબેન ભરગાનો સમાવેશ વાંકાનેર: ભારત સરકાર દ્વારા ન્યાય સંહિતા 2023 નો નવો કાયદો અમલમાં મૂક્યા બાદ મોરબી જિલ્લામાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ આચરતી ટોળકીને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઘણા ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ. આ ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી…

પર્યાવરણ મંજૂરી વગર આણંદપર ગામે ખનીજ ચોરી?

વાંકાનેર: મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જગદીશ વાઢેર દ્વારા વાંકાનેરના આણંદપર ગામમાં સેન્ડ સ્ટોનની લીઝની પર્યાવરણ મંજૂરી વગર ખનન અંગે તેના કર્મચારીને તપાસ સોંપી હતી અને તેનો રીપોર્ટ આવવાનો બાકી હતો અને આ બાબતે જેની જગ્યાએ તપાસ થઇ…

ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે કાર્યક્રમો સંપન્ન

વાંકાનેર શહેર નજીક આવેલા મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા ખાનકાહ-એ-ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે ગઈ કાલે સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ધ્વજવંદન કાર્યક્રમ બાદ દરગાહ કેમ્પસમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો……

ટ્રક પાછળ ટ્રક અથડાતાં લાગેલ આગમાં યુવાનનું મોત

જાંબુડીયા પાસેનો બનાવ વાંકાનેર: હાઇવે ઉપર જાંબુડીયા ગામ નજીક અકસ્માત બનાવ્યો હતો, જેમાં ટ્રકની પાછળ ટ્રક અથડાયો હતો; જેથી કરીને પાછળના ટ્રકમાં આગ લાગી હતી અને તે ટ્રકમાં કોલસો ભરેલ હતો જેથી આગ વિકરાળ બની હતી. જેથી ટ્રકમાં બેઠેલ ડ્રાઇવર…

સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ટીમનું કલેકટર દ્વારા સન્માન

વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ટીમને ઓર્ગેનાઇઝડ ક્રાઈમ આચરતી ચોર ટોળકીને પકડી પાડી અલગ-અલગ ચોરીનાં ગુનાઓ ટીટેકટ કરવા બદલ મોરબી કલેકટર દ્વારા આજરોજ સન્માનિત કરવામાં આવ્યા છે. ઓર્ગેનાઇઝડ ક્રાઈમ આચરતી ટોળકીને પકડી ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.…

કોળી સમાજના અગ્રણીઓ આપમાં જોડાયા

વાંકાનેર: ગઈ કાલે મોરબી જિલ્લા કાર્યાલય ખાતે વાંકાનેર તાલુકા અખીલ ભારતીય કોળી સમાજના યુવા પ્રમુખ કાનજીભાઈ દિનેશભાઇ ગોરીયા અને ચુવાળીયા કોળી સમાજના યુવા આગેવાન અને સામાજિક કાર્યકર જયંતિભાઈ ઘોઘાભાઈ ઉધરેજા આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતા. આ દરમ્યાન મોરબી જિલ્લા પ્રભારી…

પીપળીયારાજ મદ્રેસામાં યૌમે આઝાદીની ઉજવણી

દારૂલ ઉલુમ ગૌષે સમદાનીમાં આઝાદી વિશે અરબીમાં પ્રવચન અપાયું વાંકાનેર: આજ રોજ 78 માં સ્વાતંત્ર્ય દિન નિમિતે તાલુકાના દારૂલ ઉલુમ ગૌષે સમદાની મુકામે ગરીબ નવાઝ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા તથા મશાયખી પ્રાથમિક શાળા દ્વારા સ્વાતંત્ર્ય દિનની શાનૌ-શૌકતથી ઉજવણી કરવામાં…

તરકીયા ગામે ખનીજ માફીયાઓનો ખેડૂત પર હુમલો

વાંકાનેરના તરકીયા ગામે સરકારી ખરાબાની જમીનમાં ખનીજચોરી કરતાં માફીયાઓને બાજુમાં આવેલ વાડીના ખેડૂતએ વાડીના શેઢે રસ્તામાં રેતીના ઢગલા કરવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પાંચ શખ્સોએ બે ખેડૂત ભાઈ તથા એક પુત્ર પર લાકડી-ધોકા વડે હુમલો કરી ટાંટીયા ભાંગી નાખ્યા હોવાનો બનાવ…

Content Copying Forbidden !!

error: Content is protected !!