કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વાંકાનેર કરોડોની જમીન હડપ પ્રકરણમાં અરણીટીંબાના બે નામ ખુલ્યા

આરોપી તરીકે બે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સો: ઉપરાંત રાજકોટના એક શખ્સનું નામ પણ બહાર આવ્યું વાંકાનેર: મૂળ વાંકાનેરના પણ હાલમાં મુંબઈ રહેતા રજનીકાંત સંઘવીના ફરિયાદ અત્યારે ટોક ઓફ ટાઉન બની છે, આ ફરિયાદમાં એક આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીની…

ગાયત્રી શકિત પીઠ- વાંકાનેર ખાતે ચૈત્રી નવરાત્રી ઉજવાશે

અનુષ્ઠાના માટે આવતા સાધકો માટે જપ કરવા તેમજ રહેવા-જમવા માટે નિઃશુકલ વ્યવસ્થનું આયોજન (લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર: તા. ૨૨-૩-૨૩ થી ૩૧-૩-૨૩ સુધીનું નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમ્યાન અનુષ્ઠાના માટે આવતા સાધકો માટે જપ કરવા તેમજ રહેવા-જમવા માટે નિઃશુકલ વ્યવસ્થા…

માલધારીઓને સસ્તા ભાવે ઘાસ આપવા સરકાર સમક્ષ ધારાસભ્યની સફળ રજૂઆત

કિલોના ૩૪ પૈસાના નજીવા ભાવથી રેશનકાર્ડ દીઠ પાંચ ગાંસડી ઘાસનું વિતરણ શરૂ કરાયું (દ્વારકાધિશ લચ્છી-વાંકાનેર દ્વારા): વાંકાનેર વિસ્તારના માલધારીઓ માટે પશુઓ માટે ઘાસચારો મળી રહે, તે માટે વાંકાનેર કુવાડવા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્ય સરકારમા રજૂઆત કરવામાં આવી હતી. …

ખવાસ સમાજમાં જ્ઞાતિ ભોજન રદ કરાતાં રોષ ભભૂકી ઉઠયો

અન્ય કોઈ પીઢ જ્ઞાતિજનોની સલાહ સૂચન લીધા વિના વર્ષોથી યોજાતું જ્ઞાતિ ભોજન રદ કરાયું જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકામાં ખવાસ સમાજના આરાધ્ય દેવ દેશળ દેવની 95મી પુણ્યતિથિ આગામી તા. 4 એપ્રિલના ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીના ભાગરૂપે જ્ઞાતિની…

મોરબી જિલ્લામાં કોરોનાની દસ્તક : ચેતજો માસ્ક પહેરજો 

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવધાન-સતર્ક રહેવા અનુરોધ વાંકાનેર: મીડિયા અહેવાલો મુજબ મોરબીમાં છેલ્લા ત્રણ દિવસમાં બીજો કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવધાન-સતર્ક રહેવા અનુરોધ કર્યો છે.  કોરોના મહામારીની વિદાય બાદ સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં…

પાંચદ્રારકા ગામે આજે સ્ત્રીરોગ (ગાયનેક)નો ફ્રી નિદાન કેમ્પ

નિદાન તથા દવા ફ્રીમાં અને જો જરૂરી હોય તો સોનોગ્રાફી પણ ફ્રીમાં કરી આપવામાં આવશે કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ- રાજકોટ અને જામેઆ ફાતેમતુઝઝહરા લીલ બનાત- પાંચદ્વારકાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન  વાંકાનેર: રાજકોટમાં આવેલ કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. રૂકમુદીન કડીવાર પોતાના માદરે વતન…

જીવિતને મૃત બતાવી કરોડોની જમીન હડપવાની ફરિયાદમાં રાજકોટથી એકની ધરપકડ

કુસુમબેન; માં અને દીકરીનું નામ એક હોઈ શકે નહીં, જો કે મરણના દાખલામાં કામિનીબેન નામ લખેલ છે મૂળ વાંકાનેરના પણ હાલમાં મુંબઈ રહેતા રજનીકાંત સંઘવીના ફરિયાદ અત્યારે ટોક ઓફ ટાઉન બની છે, આ ફરિયાદમાં એક આરોપીની ધરપકડ થઇ છે. ફરિયાદી વૃદ્ધ અને…

સગીરાને ગર્ભવતી બનાવી દેનારને 20 વર્ષની સખત કેદ

ઘોડાના તબેલામાં ઘોડા સહિતના પ્રાણીઓની દેખભાળ કરતા પરિવારના મોભીની પુત્રીને પેટમાં દુઃખાવો ઉપડતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા એક બાળકીને જન્મ આપી કુંવારી માતા બની હતી વાંકાનેરમાં વર્ષ 2021માં મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની સગીરા ઉપર તેમની સાથે જ રહેતા કૌટુંબિક કાકાએ નજર…

વાંકાનેરમાં ૨૫ કરોડની જમીન હડપવા હયાત દંપતીના બોગસ મરણ દાખલા મેળવીને આચર્યું કૌભાંડ

મૂળ વાંકાનેરના દીવાનપરાના રહેવાસી અને હાલમાં મુંબઇ રહેતા રજનીકાન્ત સંઘવીની ફરિયાદ વડીલો પાર્જીત મિલ્કતમાં દીવાનપરામાં આવેલ “શાન્તીસદન” તેમજ વાંકાનેર તાલુકાના અલગ અલગ રેવન્યુ સર્વે નંબર ખેતીની જમીનનો સમાવેશ મરણના ખોટા દાખલાઓ,ખોટી વારસાઇ નોંધ, ખોટા વારસાઇ પેઢી આંબા અને ખોટા સોગંદનામા કરી જમીન…

વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે 11માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન

મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા યોજાનાર સમૂહલગ્નમાં જોડાવવા ઈચ્છનાર સંપર્ક કરે વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા 11માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.  મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા આગામી સમયમાં વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!